જંગલેશ્ર્વરમાં ભાડેથી રહેતાં પરિવારને અન્ય રૂમ ન મળતાં આધેડને આઘાત લાગ્યો, મોત
નોટિસ મળ્યા બાદ મકાનમાલિકે ઘર ખાલી કરવા કહ્યું હતું : 9 સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 10 વર્ષથી રહેતા મૂળ યુપીના અને મજુરી કરતા રામપ્રસાદ મૈયારામ ચૌહાણ ઉ.43 નામનો યુવક રાત્રે ઘરે સુતા બાદ સવારે નહિ ઉઠતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રામપ્રસાદ ભાડાની ઓરડીમાં રહેતો હતો તે રૂમ ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા મકાનમાલિકને નોટિસ આપવામાં આવી હતી જેથી મકાનમાલિક ફરીદભાઈ કાસમભાઈ કોરડીયાએ રૂમ ખાલી કરવા કહ્યું હતું ત્યાર બાદ રામપ્રસાદ અન્ય સ્થળે ભાડાની રૂમ શોધતો હતો પરંતુ કોઈ સ્થળે રૂમ મળી ન હતી તેમ વતન યુપી જવા માટે ટ્રેનની ટિકિટ લેવા કાર્યવાહી કરી હતી પરંતુ ટિકિટ પણ મળી ન હતી અને સામાન છેલ્લા એક સપ્તાહથી બહાર પડ્યો હતો પરિવારને ક્યાં રાખશે તેવી સતત ચિંતામાં રહેતા હતા દરમિયાન ગત રાત્રે પુત્ર સાથે જમીને સુતા હતા અને સવારે ઉઠ્યા ન હતા જેથી ઊંઘમાં એટેક આવી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે મોભીના મોતથી 4 દીકરા અને 5 દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.



