પુજા પાઠ ખોટા નિયમોથી કરવાથી ભગવાન પ્રસન્ન ને બદલે થઇ જાય છે અપ્રસન્ન
ગણેશજી, હનુમાનજી, દુર્ગા માતા કે કોઈ પણ મૂર્તિમાંથી સિંદુર લઈને માથા ઉપર લગાવવું ન જોઈએ
- ચાલો જાણીએ શું છે પૂજા કરવાની શું છે સાચી રીત?
- પૂજામાં દિપ સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દિપક હંમેશા જમણી તરફ અને તલનો દિપક ડાબી બાજુ રાખવો જોઈએ. જળપાત્ર, ઘંટ, ધુપદાની જેવી ચીજવસ્તુઓ હંમેશા ડાબી બાજુએ રાખવી જોઈએ.
- ભગવાનને સ્નાન કરાવ્યાં બાદ ચંદનનું ટીલક કરવામાં આવે છે. આ દરમયાન ધ્યાન રહે કે દેવી દેવતાઓને હંમેના અનામિકા એટલે કે હાથની ત્રીજી આંગળીથી તિલક કે સિંદુર લગાવવો જોઈએ.
- વિષ્ણુ ભગવાનને ચોખા, ગળેશજીને તુલસી, દેવીને દુર્વા અને સૂર્યને બિલ્વપત્ર ક્યારેય અર્પણ ન કરવું જોઈએ.
- શિવજીને બિલ્વપત્ર, વિષ્ણુને તુલસી, ગણેશજીને લીલી દુર્વા અને સુર્ય ભગવાનને લાલ કરેણના ફુલ અને માં દુર્ગાને લવિંગ તથા લાલ ફુલ ખુબ જ પ્રિય છે.
- ગણેશજી, હનુમાનજી, દુર્ગા માતા કે કોઈ પણ મૂર્તિમાંથી સિંદુર લઈને માથા ઉપર લગાવવું ન જોઈએ.
- ભગવાનની આરતીની તૈયારી કરતા સમયે એક દિપથી બીજા દિપ અને ધુપ કે કપુર ક્યારેય ન પ્રગટાવો.
- પૂજામાં જો કોઈ સામગ્રી ઓછી હોય તો તેનાથી પરેશાન થવાની જરૂર નથી અને વચ્ચે પૂજા ન છોડો. તેવામાં ભગવાનને ચોખા, ફુલ ચઢાવો અને મનમાં તે ચીજનું ધ્યાન ધરો.