ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન રિકી પોન્ટિંગે ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવના મન મુકીને વખાણ કર્યા છે. તેની તુલના એબી ડી વિલિયર્સ સાથે કરી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન રિકી પોન્ટિંગે ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવના મન મુકીને વખાણ કર્યા છે. પોન્ટિંગે સૂર્યકુમારની તુલના એબી ડી વિલિયર્સ સાથે કરી છે અને કહ્યું છે કે તે પણ દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડીની જેમ મેદાનની ચારે બાજુ શોટ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. પોન્ટિંગે કહ્યું છે કે સૂર્યકુમારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ.
- Advertisement -
સૂર્યકુમાર 360 ડિગ્રી બેટ્સમેન છે
પોન્ટિંગે ICC રિવ્યૂના નવા એપિસોડમાં કહ્યું – સૂર્યકુમાર મેદાનની ચારે તરફ શોટ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. એબી ડી વિલિયર્સની જેમ જ તે 360 ડિગ્રી બેટ્સમેન છે. તે તમામ પ્રકારના શોટ્સ રમી શકે છે. પછી ભલે તે લેટ કટ હોય કે પછી વિકેટકીપરના માથા પર શોટ. તે ગ્રાઉન્ડેડ શોટ રમવામાં પણ નિષ્ણાત છે.
ફાસ્ટ અને સ્પિન બન્ને બોલરોમાં રમી શકે છે
પોન્ટિંગે કહ્યું- સૂર્યકુમાર લેગ સાઇડ પર પણ સારા શોટ્સ ફટકારે છે. ડીપ સ્ક્વેર લેગ પર તેનો શોટ જોવા લાયક છે. સૂર્યકુમાર માત્ર ફાસ્ટ બોલરોને જ નહીં, સ્પિનને પણ એટલી જ સારી રીતે રમે છે. તે ખૂબ જ આકર્ષક ખેલાડી છે. મને વિશ્વાસ છે કે તે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં રહેશે. હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે, ઓસ્ટ્રેલિયાના ચાહકો તેમની રમતને ખુબ માણશે.
- Advertisement -
તેણે ટોપ-4માં બેટિંગ કરવી જોઈએ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટનને પૂછવામાં આવ્યું હતું કે સૂર્યકુમારે ભારતીય ટીમમાં કયા નંબર પર બેટિંગ કરવી જોઈએ. તેના જવાબમાં પોન્ટિંગે કહ્યું- મારું માનવું છે કે તેણે ટોપ-4માં બેટિંગ કરવી જોઈએ. હું નથી ઇચ્છતો કે સૂર્યકુમાર ખુલે. મને લાગે છે કે નંબર ચાર તેમના માટે સૌથી આદર્શ હશે. ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે.
આઇસીસી ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં બીજા ક્રમે
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા 23 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. સૂર્યકુમારે ભારત માટે અત્યાર સુધી 23 ટી-20 મેચમાં 672 રન બનાવ્યા છે. આઇસીસી ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં તે પાકિસ્તાનના બાબર આઝમ બાદ બીજા ક્રમે છે.