11 તારીખને શનિવારે રિ-પોલ થશે
ખાસ-ખબર ન્યૂઝ દાહોદ
દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. જે ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.
- Advertisement -
દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. હાલ આ અંગેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.