સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું નિવેદન
ચૂંટણી પંચે કહ્યું- બંગાળ ECને માત્ર Y કેટેગરીની સુરક્ષા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.06
ઇલેક્શન કમિશન (ઊઈ)એ સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) અંગે સોગંદનામું દાખલ કર્યું. ઊઈએ કોર્ટને જણાવ્યું કે બંગાળમાં જઈંછ દરમિયાન સતત રાજકીય દખલગીરી ચાલું છે.
ઊઈએ કહ્યું- અન્ય રાજ્યોમાં જઈંછની પ્રક્રિયા કોઈ મોટી ઘટના કે અવરોધ વિના પૂર્ણ થઈ, પરંતુ પશ્ર્ચિમ બંગાળની સ્થિતિ અલગ છે. ત્યાં ચૂંટણી અધિકારીઓ વિરુદ્ધ હિંસા થઈ રહી છે. તેમને ધમકીઓ મળી રહી છે. એવી પરિસ્થિતિઓ સર્જાઈ છે જેમાં ચૂંટણી અધિકારીઓ કામ કરવા અસમર્થ છે.
ઊઈએ આરોપ લગાવ્યો કે બૂથ લેવલ ઓફિસર્સ (ઇકઘત)ની ફરિયાદો પર સ્થાનિક પોલીસ સામાન્ય રીતે ઋઈંછ નોંધવાથી બચતી રહી. ઘણા કિસ્સાઓમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓના હસ્તક્ષેપ પછી જ કેસ નોંધાયા. રાજ્ય સરકારે જાણી જોઈને ઊઈના નિર્દેશોનું પાલન કર્યું નથી. ઊઈએ જણાવ્યું કે 24 નવેમ્બર 2025ના રોજ કોલકાતા સ્થિત ચીફ ઇલેક્શન ઓફિસરની ઓફિસમાં પ્રદર્શનકારીઓએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પોલીસ બેરિકેડ તોડ્યા, ઓફિસમાં તોડફોડ કરી અને અધિકારીઓની અવરજવર રોકી. આમ છતાં પ્રદર્શનકારીઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી. ચૂંટણી પંચે સોગંદનામામાં આગળ કહ્યું- કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ખતરાનું આકલન કર્યા પછી પશ્ર્ચિમ બંગાળના ચીફ ઇલેક્શન ઓફિસરને ઢ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેઓ દેશના એકમાત્ર એવા ચૂંટણી અધિકારી હતા જેમને આ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
ઊઈએ જણાવ્યું કે તમામ પડકારો છતાં ઇકઘતએ 7.08 કરોડથી વધુ કાઉન્ટિંગ ફોર્મ જમા કરાવ્યા, જે કુલના 92.40% છે. ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન અધિકારીઓ દ્વારા લગભગ 1.51 કરોડ નોટિસ જારી કરવામાં આવી.
આયોગે જણાવ્યું કે પાત્રતા નક્કી કરવા અને ભૂલો સુધારવા માટે નોટિસ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ડર કે દબાણ વિના પૂર્ણ કરવું મતદાર યાદીની શુદ્ધતા માટે જરૂરી છે.
ચૂંટણીમાં 2025ની મતદાર યાદીનો ઉપયોગ થઈ શકતો નથી: EC
ઊઈ એ પણ કહ્યું કે આ વર્ષે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 2025ની મતદાર યાદીનો ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે જઈંછ દરમિયાન 58 લાખથી વધુ મૃત, સ્થળાંતરિત અને ગેરહાજર મતદારોની ઓળખ કરવામાં આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જઈંછની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને કોઈને બિનજરૂરી પરેશાની ન થવી જોઈએ. કોર્ટે ઊઈને કહ્યું હતું કે તાર્કિક ગડબડીવાળી યાદીમાં સામેલ લોકોના નામ ગ્રામ પંચાયત ભવનો અને બ્લોક કાર્યાલયોમાં પ્રદર્શિત કરવામાં આવે, જેથી ત્યાં દસ્તાવેજો અને વાંધાઓ જમા કરાવી શકાય.



