કુલ 776 જેટલા પોલીયો ઈમ્યુનાઈઝેશન બૂથ ઉભા કરવામાં આવ્યા
0 થી 5 વર્ષ સુધીના 1,94,000 જેટલા બાળકોને 3000 જેટલા વેક્સિનેટર દ્વારા પોલીયો રસી આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. 23મી જૂન, 2024, રવિવારનાં રોજ પોલીયો વેક્સીન કાર્યક્રમ કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓરલ પોલીયો રસી આપવામાં આવશે તેમજ કુલ 776 જેટલા પોલીયો ઈમ્યુનાઈઝેશન બૂથ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 0 થી 5 વર્ષ સુધીના 1,94,000 જેટલા બાળકોને આવરી લેવામાં આવશે. 3000 જેટલા વેક્સીનેટર દ્વારા ઓરલ પોલીયો રસી આપવામાં આવશે. જેમાં, એફ.એચ.ડબલ્યુ., આશા વર્કર, આંગણવાડી વર્કર, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ, એસ.આઈ. કોલેજના સ્ટુડન્ટ, વિવિધ પેરામેડીકલ કોલેજના સ્ટુડન્ટ, હોમિયોપેથીક મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે સાહેબના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડો.જયેશકુમાર વકાણી અને આર.સી.એચ. ઓફિસર ડો. લલિત વાંઝાનાં સુપરવિઝન હેઠળ પોલીયો ઈમ્યુનાઈઝેશનની કામગીરી કરવામાં આવશે. રાજકોટ શહેરી વિસ્તારના 0-5 વર્ષનાં તમામ બાળકોને પોલીયો કાર્યક્રમ દરમિયાન પોલીયોના ટીપા પીવડાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ છે.