ખાસ-ખબર સંવાદદાતા
હાલ વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે વ્યાજંકવાદની બદીને ડામવા માટે પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તા.10ને મંગળવારે સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે, આ લોકદરબારમાં જેસીપી સૌરભ તોલંબિયા, ડીસીપી ડો.સુધીર દેસાઇ, ડો.પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર તેમજ તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હાજર રહેશે,
જે લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા હોય તેઓ આ લોકદરબારમાં પોતાની વ્યથા ઠાલવી શકશે અને તેમની રજૂઆત યોગ્ય લાગે સ્થળ પરથી જ ગુના નોંધવાની કાર્યવાહી થશે કોઇ વ્યક્તિએ અરજી કરી હોય અને તેમાં તેમને સંતોષ ન થયો હોય તેવી વ્યક્તિ પણ ફરીથી આ લોકદરબારમાં રજૂઆત કરી શકશે.