યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ: ગુનેગારોને ઓળખવા અને ભીડ નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તોના ધસારા વચ્ચે યાત્રિકોની સુરક્ષા, સલામતી અને વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ વિભાગે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. આ વર્ષે પ્રથમવાર મેળામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ (અઈં) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
AI સર્વેલન્સ અને ટેકનોલોજીની ભૂમિકા
AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળાના તમામ મહત્વના સ્થળો પરના સીસીટીવી કેમેરાથી લાઇવ મોનીટરીંગ થાય છે. આ ટેકનોલોજીની મદદથી સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાંથી મળેલા ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી સરળ બની છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, “યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ટેકનોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતિને વધુ મજબૂત બનાવશે.” આ તમામ ઉપકરણોની મદદથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઈભક્તોની સેવા અને સુરક્ષા માટે ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
- Advertisement -
વપરાયેલ ઉપકરણો
માઈભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં:
પીપલ કાઉન્ટિંગ કેમેરા: 12
AI કેમેરા: 12
સોલાર બેઝ્ડ AI કેમેરા: 20
બોડી વોર્ન કેમેરા: 90
ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ વિથ માઈક્રોફોન સ્પીકર
“શો માય પાર્કિંગ” એપ