ટ્રાવેલ્સમાં આવેલા 3.97 લાખનો 2472 બોટલ દારૂ કબજે કરતી PCB
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં બુટલેગરો કોઈને કોઈ કીમિયો કરી દારૂ ઘૂસાડી રહ્યા છે ત્યારે રાજકોટ પીસીબીની ટીમે ઇલેક્ટ્રિક પેનલના બોક્સમાં દારૂ છુપાવી ઘૂસાડવાના કિમિયાનો પર્દાફાશ કરી 3,97,246 રૂપિયાનો 2472 બોટલ દારૂ સહિત 7,11,246 રૂપિયાનો મુદામાલ કબજે કરી બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને પીએસઆઇ એમ જે હૂણં અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના કિરતસિહ ઝાલા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ છોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જતાં રોડ ઉપર વોચ ગોઠવી સુપર કેરી વાહન મળી આવતા કબજે કરી ચેક કરતાં અંદરથી ઇલેક્ટ્રિક પેનલના 14 બોક્સ મળી આવ્યા હતા જે તમામ બોક્સ ખોલીને ચેક કરતાં અંદરથી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે તમામ બોક્સમાંથી 3,97,246 રૂપિયાની દારૂની નાની મોટી 2472 બોટલ, 14 હજારની 14 ઇલેક્ટ્રિક પેનલ અને વાહન સહિત 7,11,246 રૂપિયાનો મુદામાલ કબજે કરી સુપર કેરી વાહનના ચાલક અને વાપીથી તીર્થ ટ્રાવેલ્સની બસમાં જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.