દીવાલમાં લગાવવાની ફોટા છબીઓમાંથી અને કારમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો
એ.એસ.આઇ. સુભાષ ચાવડા, હેડ કોન્સ. પ્રવીણ મોરી તથા રાજુ ગઢીયાને મળેલી બાતમીના આધારે ઓપરેશન પાર પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
બૂટલેગર દ્વારા અવનવા કીમિયા અજમાવી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ઉનાના કેસરીયા ફોટા છબીઓમાંથી તેમજ ઉના કારમાં એમ અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર બૂટલેગરોને જિલ્લા એલ.સી.બી ટીમે વિદેશી દારૂની બોટલો સાથે મુદ્દામાલ અને એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ નાશી છૂટ્યો હતો. પોલીસે બે શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવીણભાઇ મોરી તથા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ રાજુભાઇ ગઢીયાને મળેલી બાતમીના લીધે આ બુટલેગર પકડાઇ ગયા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ઉના રામનગર ખારામાં રહેતો રવિ રમેશભાઈ દુધરેજીયા આ શખ્સ ફોટો છબી વેચવાનો ધંધો કરે છે. આ શખ્સે ફોટો છબીઓમાં વિદેશી બોટલો છુપાવેલી હોવાની બાતમી આધારે કઈઇ બ્રાન્ચે આ શખ્સને કેસરિયા ગામ પાસેથી ઝડપી લઇ તપાસ કરતા અલગ-અલગ ફોટો છબીઓના વચ્ચેના ભાગે વિદેશી દારૂની અલગ અલગ વિદેશી દારૂની નાની બોટલો નંગ-68 કિં.રૂ. 3400નો દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ઉનાના નીચલા રહીમ નગર વિસ્તારમાં રહેતો શકીલ ઉર્ફે શકીલબાપુ મહમદ શબીર બહારૂની સ્વીફટ કાર નં.ૠઉં-15-ઈઅ-0028માં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એલસીબીએ ઉના શહેરમાં ઉન્નત નગર સોસાયટી બગીચા પાસે કારને રોકાવી તલાસી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂની અલગ-અલગ નાની-મોટી બોટલો નંગ-187 કિં.રૂ. 26,600ની મળી આવી હતી. જોકે આ કારચાલક પોલીસને જોઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આમ દારૂ અને કાર સહિત કુલ કિં.રૂ. 2,26,600નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલા છે.