એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા એમએસ વેલનેસ સ્પા અને વર્લ્ડ સ્પામાં દરોડા
લોહીનો વેપલો ચલાવતા સંચાલકોનો પર્દાફાશ : મહિલા સહિત પાંચની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સ્પાના ઓથાર લોહીનો વેપલો ધમધમી રહ્યો હોય પોલીસે લાલ આંખ કરી આ બદી નાબૂદ કરવા કમર કસી છે ત્યારે રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કાલાવાડ રોડ અને સાધુવાણી રોડ પર બે સ્થળે સ્પામાં દરોડા પાડી કુટણખાનું ચલાવતા એક મહિલા સહિત પાંચ શખસોની ધરપકડ કરી છે સ્પાના નામે સંચાલકો ગ્રાહકો પાસેથી બે હજાર લઈ રૂપજીવિનીઓને એક હજાર આપતા હોવાનુ જાણવા મળ્યું છે.
રાજકોટના કાલાવાડ રોડ પર વલ્ડ સ્પા અને સાધુવાસવાણી રોડ પર આવેલ એમએસ વેલનેશ સ્પામાં સ્પાના ધંધાની આડમાં બહારની રૂપજીવિનીઓને બોલાવી લોહીનો વેપલો કરાવવામાં આવ્યો હોવાની સચોટ બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ મહેન્દ્રસિંહ ઝણકાંત અને ટીમે સાધુવાણી રોડ પર એમએસ વેલનેસ સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો જેમા વિષ્ણુ વિહારમાં રહેતો સંચાલક મુકુંદ જયેશભાઈ કાચા અને નવી લામા નેપાળીની ઘરપકડ કરી હતી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કરી તેની પાસેથી 37 હજારની રોકડ સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસે પુછતાછ કરતા તે અલગ અલગ યુવતીઓને રાખી ગ્રાહકો પાસેથી બે હજાર લઈને યુવતીઓને એક હજાર આપતો હોવાની કબૂલાત આપી હતી.
આ ઉપરાંત કાલાવાડ રોડ પર વલ્ડ સ્પામાં દરોડા બીજો પાડી અવધના ઢાળ પાસે રહેતા સંચાલક જેન્તી ગોપાલભાઈ વાઘેલા અને વિશાલ રામસીંગ નેપાળી તેમજ વૃંદાવન સોસાયટીમાં રહેતી નિલમ સતીષભાઈ સુરાણીની ધરપકડ કરી હતી પોલીસે તેની પાસેથી રોકડ, મોબાઈલ મળી કુલ 46 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક પુછતાછમાં આ ટોળકી ગ્રાહકો પાસેથી 2500 લઇ યુવતીઓને એક હજાર આપતા હોવાનુ જાણવા મળતા તમામ સામે ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



