648 વાહનચાલકો પાસેથી 3.24 લાખ રોકડ દંડની વસુલાત, 1923ને 9.22 લાખના ઈ ચલણ ફટકાર્યા
જીવલેણ અકસ્માતના બનાવો અટકાવવા હેલ્મેટ જરૂરી છે: ટ્રાફિક ડીસીપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આજથી ફરજીયાત હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ સવારથી જ સજ્જ થઇ ગઈ હતી શહેરમાં મુખ્ય ગણાતા એવા 46 સ્પોટ ઉપર કડક ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિરોધ અને વરસતા વરસાદ વચ્ચે પોલીસે સવારે નવથી બાર વાગ્યા સુધી ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ત્રણ કલાકમાં જ પોલીસે 648 વાહનચાલકો પાસેથી 3.24 લાખ રોકડ દંડની વસુલાત કરી હતી તેમજ 1923 વાહનચાલકોને 9.21,500 રૂપિયાના ઈ ચલણ ફટકાર્યા હતા પોલીસે પ્રથમ દિવસે જ હેલ્મેટ નહીં પહેરનાર કુલ 2571 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
રાજકોટ શહેરમાં ફરજીયાત હેલ્મેટની આજે કડક અમલવારી કરાવવા માટે ટ્રાફિક ડીસીપી ડોક્ટર હરપાલસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી વી જી પટેલ સહિતનાઓ દ્વારા કડક કાર્યવાહી શરુ કરવામાં આવી હતી સવારે રાજકોટના મુખ્ય ગણાતા એવા બહુમાળી ભવન ચોક, કિશાનપરા ચોક, ઇન્દિરા સર્કલ, કેકેવી ચોક, જિલ્લા પંચાયત ચોક, પોલીસ કમિશ્નર કચેરી, એસપી કચેરી, જામટાવર ચોક, માધાપર ચોકડી, શીતલ પાર્ક ચોકડી, બજરંગવાડી ચોકી, હનુમાન મઢી, રૈયા ચોકડી, આકાશવાણી ચોક, આલાપ ચોક, રામાપીર ચોકડી, જેકે ચોક, મુંજકા ચોકડી, એજી ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, બાપાસીતારામ ચોક, મવડી ચોકડી, પીડીએમ ફાટક, ગરુડ ગરબી ચોક, લીમડા ચોક, ચૌધરી હાઈસ્કૂલ ચોક, એસ્ટ્રોન ચોક, ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, અટિકા ફાટક, હુડકો પોલીસ ચોકી, અમુલ સર્કલ, ચુનારાવાડ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આજી ડેમ ચોકડી, ડિલક્સ ચોક, કેડી હોક, માલિયાસણ ચોકડી, કાગડદી ગામના પાટિયા પાસે, ,એરપોર્ટ ત્રણ રસ્તા, બામણબોર, રેલનગર આસ્થા ચોક સહિતના 46 સ્પોટ ઉપર પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પોલીસે પ્રથમ દિવસે પ્રથમ ત્રણ કલાક એટલે કે સવારે નવથી બાર વાગ્યા સુધીમાં હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા 648 વાહનચાલકો પાસેથી 3,24 લાખનો રોકડ દંડ વસુલ્યો હતો જયારે 1923 વાહનચાલકોને 9,21,500 રૂપિયાના ઈ ચલણ દંડ ફટકાર્યા હતા કુલ 2571 વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી ચેકીંગમાં રહેલ પોલીસે પોલીસ કમિશ્નર કચેરી ખાતે 23, પોલીસ હેડ ક્વાટર ખાતે 19, જિલ્લા પોલીસવડા કચેરી ખાતે 32 અને બહુમાળી ભવન ખાતે 40 વાહનચાલકો જે હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા હોય તેમને અટકાવી ધો%E