કુખ્યાત બુટલેગર 68 ગુનામાં પકડાઈ ચૂક્યો છે, 5 વખત પાસા કાપી ચૂક્યો છે
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
- Advertisement -
જેતપુરમાં પાલિકાની ચૂંટણી પૂર્વે લિસ્ટેટ બુટલેગરોએ મંગાવેલ 500 બોટલ દારૂ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે આરોપીઓએ વડલી ચોકમાં દારૂ ઉતાર્યો હોય પોલીસે રૂ.1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના મતદાન પુર્વે દારૂની હેરફેર અને જુગારની પ્રવૃત્તીઓ કરતા ઈસમો ઉપર વોચ રાખી, કાર્યવાહી કરવાની આપેલ સુચના અન્વયે ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પીઆઇ એ.ડી. પરમાર અને ટીમ કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડાને બાતમી મળેલ કે, જેતપુર, વડલી ચોક પાસે લીસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખ બારૈયા, સાગર ઉર્ફે બુધો હરસુખ સીંગલ અને મહેશ ઉર્ફે ભીમો હરી સીંગલએ દારૂનો જથ્થો વેચવા માટે ઉતારેલ છે. જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા અવાવરૂ જગ્યા પરથી દારૂની બોટલો 500 બોટલ મળી હતી તેમજ આજુબાજુના એરીયા ડોમીનેશન દરમ્યાન કોન્સ્ટેબલ સાગરભાઈ ઝાપડીયાને હકિકત મળેલ કે, વડલી ચોકમાં રહેતા મહેશ ઉર્ફે ભીમાએ તેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. ત્યાં રેડ કરતા મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 28 બોટલ મળી હતી.
આમ કુલ રૂ.1,86,150ની કિંમતની 528 બોટલ કબ્જે કરી બે અલગ અલગ ગુના નોંધી ત્રણેય આરોપીની અટકાયત કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે અનિલ ડબલી સામે 68 ગુના અગાઉ નોંધાઈ ચૂકેલ છે અને પાંચ વખત પાસા તળે જેલયાત્રા કરી ચૂક્યો છે તેમજ 1 વખત હદપારીની કાર્યવાહી થઈ છે સાગર ઉર્ફે બુધા સામે અગાઉ જેતપુર સિટી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં દારૂ, મારામારી, ધમકી સહિતના 14 ગુના નોંધાયેલ છે.