મહારાષ્ટ્રના મુંબઈમાંથી કરોડોનું સોનું ચોરી કરનાર ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
મહારાષ્ટ્રના મુંબઈ શહેરના એમ એચ.બી.(કોલોની) પોલીસ સ્ટેશનમાં કરોડોના સોનાની ચોરીની ફરિયાદ નોંધાતા મુંબઈ પોલીસ ચોરીનો આરોપી ગુજરાતમાં હોવાની હકીકતના આધારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાથે વાતચીત કરી આરોપીને ઝડપી લેવા કેશોદ પોલીસ સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી કેશોદ તાલુકાના માણેકવાડા ગામના શખ્સને 13 કીલો 455 ગ્રામ સોનુ જેની કી.રૂ. 13,34,62,327નું સોનુ કબ્જે કરી 100 ટકા મુદામાલની રીકવરી કરી આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસ માંથી મળતી વિગત અનુસાર એમ એચ.બી.(કોલોની) પોલીસ સ્ટેશન મુંબઈ (મહારાષ્ટ્ર) ગુ.ર.નં- 0412/2025 બી.એન. એસ.કલમ-306 મુજબનો ગુન્હો ગઈ તા. 20/06/2025ના રોજ જાહેર થયેલ હોય જેમાં ફરીયાદી અજયભાઈ સુરેશભાઈ ધાગડા ઉ.વ.27 ધંધો નોકરી રહે. 102 નવકાર એપાર્ટમેન્ટ નાગેશ્વર જામનગર રોડ જી.રાજકોટ વાળાઓના સહકર્મચારી આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહે માણેકવાડા ગામ તાલુકો કેશોદવાળાએ જે.પી.એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હોય જેઓ પોતાની સાથે ઉપરોકત જણાવેલ સોનુ લઈ સેલ્સમેન તરિકે નોકરી કરતા.
- Advertisement -
હોય જેઓ મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુમપુર સોમામાં રોકાયેલ જ્યાથી આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા 13 કીલો 455 ગ્રામ સૌનુ જેની કી.રૂ. 13,34,62,327નું સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલ હોવાની હકિકત અંગે મદદમાં રહેવાનું જણાવતા કેશોદ પીઆઇ પી.એ. જાદવ તથા કેશોદ પોલીસ સ્ટાફ અને જૂનાગઢ એલસીબી પીઆઇ જે.જે. પટેલ તેમની ટિમ દ્વારા ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે વોચમા રહિ પેટ્રોલિંગ સાથે મુંબઈ એમ.એચબી પોલીસ સ્ટેશનના એ.પી.આઈ ગણેશ તારગે તથા તેઓની ટીમ સાથે રહિ તપાસમા હતા દરમ્યાન કેશોદ પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે આ કામે આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહે.માણેકવાડા ગામનો તથા તેને મુંબઈથી કેશોદ સાથે લાવનાર યશ જીવાભાઈ ઓડેદરા ઉ.વ.21 રહે. માણેકવાડા ગામ અને જીગ્નેશ નાથાભાઈ કુછડીયાની વાડી હોવાની મળેલ ફકિકતના આધારે ત્યા જઈ આરોપી જીગ્નેશ નાથાભાઈ કુછડીયા તથા યશ જીવાભાઈ ઓડેદરા પાસેથી આશરે 1 કીલી સોનું મળેલ બાદ તેઓની પુછપરછ કરતા આરોપી જીગ્નેશએ બાકીનું સૌનુ તેના પીતા નાથા કરદાસ કુછડીયાને આપી દીધેલ હોવાનું જણાવેલ જે અન્વયે કેશોદ પોલીસ તેમજ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ સાથે એચ.એમ.બી કોલોની પોલીસ સ્ટેશનની ત્રણેય ટીમ દ્વારા પેટ્રોલીંગ તથા વોચમા રહિ આ કામના આરોપી નાથા હરદાસ કુછડીયા રહે. માણેકવાડાને પકડી તેની પાસેથી બાકીનુ સૌનુ કબ્જે કરેલ છે જે ચોરીમાં ગયેલ સોનુ વજન 13 કીલો 455 ગ્રામ સોનુ જેની કી.રૂ-13,34,62,327નો તમામ 100 ટકા મુદામાલ રીકવર કરી આરોપી તથા મુદામાલ એમ એચ.બી. પોલીસા સ્ટેશન મુંબઈ (મહારાષ્ટ)ને સોંપી આપેલ છે અને હાલમાં આરોપીઓના ટ્રાન્જીસ્ટ વોરંટ મેળવવાની કામગીરી શરુ કરેલ અને વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈ કરોડો સોનાંની ચોરીના આરોપીઓ સામે કાર્યવાહી
1: જીગ્નેશ નાથાભાઈ કુછડીયા ઉ.વ.21 ધંધો- નોકરી રહે. માણેકવાડા ગામ ટીલોરી નદીના કાઠે તા.કેશોદ
2: યશ જીવાભાઈ ઓડેદરા ઉ.વ.21 ધંધો-ખેતી રહે. માણેકવાડા ગામ માલબાપાના મંદીર સામે તા. કેશોદ
3: નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા ઉ.વ.45 ધંધી-ખેતી રહે. માણેકવાડા ગામ ટીલોરી નદીના કાંઠે તા. કેશોદ