ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. મહિપતસિંહ ચુડાસમા તથા સ્ટાફના માણસો ભવનાથ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક આશરે ચારેક વર્ષનું બાળક જેને તેનું નામ સરનામું કાંઈ પણ આવડતું ન હોય અને એકલું રડતું રડતું આમ તેમ ફરતું જોવામાં આવતા તૂરત જ આ બાળકને પોતાની પાસે લઈ બિસ્કીટ કેળા ખવડાવી આશ્વાસન આપી પૂછતા કાંઈ નામ જણાવતો ન હતો આથી આ બાળકને સાથે રાખી તપાસ કરતા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ધરકુડી ગામના સંજય પ્રતાપભાઈ રાઠોડ નામના વ્યક્તિ જેમના પત્ની સાજન બેન સાથે ફરવા આવેલ હતા અને તેઓ ગિરનાર જઈ આવતા થાકેલ હોય આરામ કરતા હતા ત્યારે તેમના ખ્યાલ બહાર તેમનો પુત્ર ધ્રુવીલ ઉંમર વર્ષ 4 વાળો ક્યાંક જતો રહ્યો હોય અને પોતે શોધતા હોય પણ મળેલ ન હોય અને ખૂબ જ ચિંતામાં હતા પરંતુ પોલીસે તેમનું બાળક શોધી તેઓને તમામને પોસ્ટે ખાતે લાવી ખાતરી કરી બાળકને આ તેના માતા પિતાને સોંપી આપેલ હતું આ સંજયભાઈ તથા સાજણ બેને જુનાગઢ પોલીસનું આભાર માન્યો હતો. ફરી એક વખત જુનાગઢ ભવનાથ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરેલ છે.