22 મોબાઈલ, 04 સોનાના બિસ્કિટ અને ચેન સહિતની કિંમતી વસ્તુઓ શોધી કાઢતી અ-ડિવિઝન પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
- Advertisement -
શહેરની એ-ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ટેક્નોલોજીના ઉપયોગથી લાખોનો મુદ્દામાલ અરજદારોને પરત કરી ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સૂત્ર સાર્થક કર્યું છે. સર્વેલન્સ સ્ટાફે ઈઊઈંછ પોર્ટલની મદદથી કુલ 22 ખોવાયેલા મોબાઈલ (કિંમત રૂ. 4.13 લાખ) અને 01 સોનાનું કિંમતી પેન્ડલ (કિંમત રૂ. 6 લાખ) શોધી કાઢ્યા હતા.
આ ઉપરાંત, બળજબરીથી પડાવી લીધેલા 04 સોનાના બિસ્કિટ અને સોનાનો ચેન મળી કુલ રૂ. 52.50 લાખની મત્તા પણ ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી. આમ, કુલ રૂ. 62,63,089 ની કિંમતી વસ્તુઓ તેના અસલ માલિકોને પરત મળતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને સતત મોનિટરિંગ દ્વારા પોલીસે આ સફળતા મેળવી છે.



