ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં વધતી જતી ગુનાખોરીને ડામવા મોરબી પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે હવે પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને પકડવા નાગરિકોને સહયોગની અપીલ કરવામાં આવી છે જેમાં મોરબીમાં જુદા જુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઈસમોના ફોટા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેર જનતાએ અપીલ કરવામાં આવી છે કે, અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંકળાયેલ શકમંદ ઈસમોની કોઈ નાગરિક પાસે માહિતી હોય અથવા કોઈ તેમના પરિવાર વિશે અથવા તેમનું નામ સરનામું જાણતા હોય તે નાગરિકો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 9106590301 અને 9687522409 પર સંપર્ક કરી પોલીસને સહયોગ આપે. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી વિના સંકોચે માહિતી આપી પોલીસને મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી છે.
પોલીસે શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કર્યા, પકડવામાં સહયોગ આપવા જનતાને અપીલ
