પેંડા અને મરઘાં ગેંગ સામે હત્યાની કોશિષ, રાયોટીંગ, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી
તપાસ SOGને સોંપાઈ : બે સકંજામાં : અન્યને પકડવા જુદી જુદી ટીમો દોડાવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા મેઈન રોડ પર થયેલ આડેધડ ફાયરિંગના બનાવમાં પોલીસે ખુદ ફરિયાદી બની બંને ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધી બે શખ્સોને સકંજામાં લઇ અન્યને ઝડપી લેવા દોડધામ હાથ ધરી છે સામસામે ફાયરિંગમાં નશીબ જોગે કોઈને ઇજા નહિ થતા મોટી જાનહાની ટળી છે રાજકોટના એ.ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સત્યજીતસિંહ રાણાએ કુખ્યાત પેંડા ગેંગના ચાર શખ્સો ભયલો ગઢવી, મેટીયો ઝાલા, મોન્ટુ કોળી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી અને સમીર ઉર્ફે મુર્ગો ગેંગના સાત સમીર ઉર્ફે સંજલો જાવિદ જુણેજા, અબ્દુલ્તા ઉર્ફે કુસીયો ભીખૂધાકી શાહનવાઢી અબ્દુલા ઉર્ફે કુબીયો ધાડા સમીર ઉર્ફે મુરઘો, સોહીલ સીકંદર ચલીયા, સોહીલ દિવાન ફકીર, અમન અલ્તાફ પીપરવાડીયા સામે હત્યાના પ્રયાસ, રાયોટ અને આર્મ્સ એન્ટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પીએસઆઈ રાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, ગઈ રાતના 03/30 વાગ્યા દરમિયાન મંગળા રોડ ઉપર આવેલ હોસ્પીટલ પાસે જાહેર રોડ ઉપર ફાયરીંગનો બનાવ બનેલ છે જે હકિકત મળતા ત્યાં પહોંચી બનાવ બાબતે પુછપરછ કરી તેમજ સીસીટીવી ચેક કરતા તેમજ હોસ્પીટલના સીકયુરીટી ગાર્ડ રમેશભાઈ વાઘેલાની પુછપરછ કરતા જણાવેલ કે, હોસ્પીટલમાં દાખલ જાવેદભાઇ જુસબભાઈ જુણેજાના સગા ઉપર રાત્રીના ફાયરીંગનો બનાવ બનેલ છે જેથી દર્દીના સગા અબ્દુલ્લા ભીખુભાઈ ઘાડાને પુછતા પોતે દર્દી જાવીદભાઇના જમાઈ થતા હોય અને ગઇ તા.28ના સસરા જાવીદભાઈને હાર્ટએટેક આવેલ હોય જેથી દાખલ કર્યા હતા બાદમાં હું તથા મારી પત્ની રોશનબેન, સાળી યાસ્મીનબેન જુણેજા, મારો દીકરો શાહનવાઝ, પુત્રના મીત્રો સમીર ઉર્ફે મુરધો તથા સોહીલ સીંકદર ચાનીયા, સોહીલ દીવાન ફકીર, અલ્તાફ પીપરવાડીયા તથા બીજા અન્ય મીત્રો હોસ્પીટલમાં નીચે બેઠા હતા સાળો સમીર થોડે આગળ ઉભો હતો ત્યારે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં એક કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી પહેલા સુર્યકાંત હોટલ બાજુથી નીકળી ટાગોર રોડ તરફ ગયેલ અને તે જ ગાડી થોડીવારમાં પરત આવી હતી. આ દરમ્યાન મીત્ર મોહસીન તેની થાર ગાડી લઈને આવેલ અને તેની સાથે સાથે એક નંબર પ્લેટ વગરની કાર આવીને ઉભી રહી હતી તે કારમાંથી ચાર વ્યક્તિઓ ઉતરેલ અને તે પૈકી બે વ્યક્તિઓ અમારા ઉપર ફાયરિંગ કરવા લાગ્યા હતા અને ફાયરીંગ થતા મીત્ર મોહસીન તેની થાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો ફાયરીંગ કરવા વાળા પૈકી એક મેટીયો ઝાલા અને ભયલુ ગઢવી હતો તેમજ બીજા બે અજાણ્યાં હતાં આડેધડ ફાયરીંગ કરવા છતાં કોઇને ગોળી લાગેલ નહીં અને કારમાં બેસીને ભાગવા લાગ્યા હતાં.
- Advertisement -
જેથી તેઓની સાથે ત્યાં ઉભેલ માણસો કાર પાછળ દોડેલ હતા અને તે દરમ્યાન સાળો તેની ફોરચ્યુનર ગાડીમાં આગળની શેરીમાં બેસેલ હોય તેને ખબર પડતા તે કાર લઈને બહાર નીકળવા જતા તેને સામેથી આવતી મોહસીન પાસે રહેલ થાર ગાડીમાં ભટકાડી દીધેલ અને બાદમાં સાળા સમીર ઉર્ફે સંજલાને ચીનલાએ કહેલ કે પાછળની ગાડીમાં ભયલુ તથા મેટીયો ઝાલાએ ફાયરીંગ કરેલ છે, જેની જાણ કરતા સમીરએ પોતાની ફોરચ્યુનર કારમાંથી હથીયાર કાઢી મેટીયા તથા ભયલુ ગઢવી જે ગાડી લઈને આવેલ તે કાર ઉપર આડેધડ ફાયરીંગ કરેલ અને બધા પણ ત્યાથી દોડીને કાર પાછળ હાથમાં પથ્થર લઈને મારવા દોડ્યા હતા, પરંતુ આ લોકો ત્યાંથી ભાગી ગયેલ હતા બાદમાં જોયેલ તો આ ફાયરીંગ દરમ્યાન એક ગોળી મારા એકટીવામાં લાગેલ હતી અને બીજી ગોળીઓ ત્યાં વાહનો પડેલા હતા તેમાં લાગી હતી જે બાદ સીસીટીવી ચેક કરતા ફાયરીંગ કરનાર મેટીયો ઝાલા હોવાનુ તેમજ પાછળના દરવાજામાંથી ધોકા જેવુ હથીયાર લઇને ઉતરતો શખ્સ મોન્ટુ કોળી, ડ્રાઇવરની ડાબી બાજુના દરવાજાથી ઉતરતો ઇસમ હીંમત ઉર્ફે કાળુ લાંગા અને પાછળની સીટમાંથી ઉતરી ફાયરીંગ કરતો શખ્સ ભયલુ ગઢવી હોવાનું સામે આવ્યું હતું બાદ સાગર મેડીકલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફાયરીંગ કરતો શખ્સ સમીર ઉર્ફે સંજલો જુણેજા, કાર પાછળ દોડતા ઇસમો અબ્દુલ્લા ઉર્ફે દુલીયો, શાહનવાઝ, સોહીલ સીંકદર ચાનીયા તથા સોહીલ દીવાન ફકીર હોવાનુ તેમજ હાથમાં ફાયરનો બાટલો લઈને જતો સોહીલ ફકીર તથા અમન અલ્તાફ પીપરવાડીયા હોવાનુ જાણવા મળ્યું હતું ગઇ ઉતરાયણના દીવસે ભાણેજ સોહીલને છોકરી બાબતે ગોકુલધામ કવાર્ટરમાં માથાકુટ થઇ હતી. જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ હતી. ત્યારે આ મેટીયા તથા તેની સાથેના માણસોએ ભાણેજના હાથ પગ ભાંગી નાખ્યા હતાં. તે બાબતે દીકરા શાહનવાઝ તથા તેના મીત્ર સમીર ઉર્ફે મુરઘાએ પરીયા ગઢવી ઉપર પુનીતના ટાંકા પાસે ફાયરીંગ કર્યું હતુ આ બાબતનો ખાર રાખી આ ભયલુ તથા મેટીયાએ ગઈ તા.15 ઓગષ્ટના રોજ જંગલેશ્વરમાં ફાયરીંગ કર્યા હતા
બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયાં હતાં અને બનાવની તપાસ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને સોંપી હતી હાલ બે શખ્સોને પોલીસે સકંજામાં લઇ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.



 
                                 
                              
        

 
         
        