દારૂની મહેફિલ માણતા 3 વેપારી ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
ધંધાના કામે હોટેલમાં ભેગા થયેલા ત્રણ વેપારીને પોલીસે દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા છે. લીમડા ચોકમાં આવેલી સરોવર પોર્ટિકો નામની હોટેલના રૂમ નં.501માં ઉતરેલી ત્રણ વ્યક્તિએ દારૂની મહેફિલ યોજી હોવાની પ્રદ્યુમનનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મંગળવારે રાતે હોટેલમાં દરોડો પાડ્યો હતો.
હોટેલના રૂમ નં.501માં પોલીસ પહોંચતા રૂમમાં હાજર ત્રણ વ્યક્તિના હોશકોશ ઊડી ગયા હતા. રૂમમાંથી પોલીસને ત્રણેય શખ્સ દારૂનો નશો કરેલી હાલતમાં તેમજ રૂમમાંથી નાસ્તાના પડીકા, વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
- Advertisement -

પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા એક કાલાવડ રોડ પર આવેલા અંબિકા ટાઉનશિપમાં રહેતો ધ્રુવ અતુલભાઇ ભારદ્વાજ, બીજા બે ગાંધીધામના હર્ષ પરેશભાઇ ખત્રી અને વિરેન ધર્મેશભાઇ ખત્રી હોવાનું જણાવ્યું હતું. વિશેષ પૂછપરછમાં ગાંધીધામના વિરેન અને હર્ષ ધંધાના કામે રાજકોટ આવ્યા હતા. હોટેલમાં રૂમ વિરેને બુક કરાવ્યો હતો. ધંધાના કામે વિરેન, હર્ષ અને રાજકોટનો ધ્રુવ હોટેલમાં ભેગા થયા હોવાનું જણાવ્યું છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
દારૂ પી ઘરમાં તોફાન કરતો શખ્સ પકડાયો જિલ્લા ગાર્ડન પાસે આવેલા નવી ઘાંચીવાડ-2માં રહેતો મુકેશ જેસલ મકવાણા નામનો પ્રૌઢ દારૂ પીને ધમાલ કરતો હોવાની એ ડિવિઝન પોલીસને જાણ થઇ હતી. જેથી પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઇ હતી. દારૂનો નશો કરી ઘરની જ તમામ ચીજવસ્તુઓ ફેંકી દઇ તોફાન કરતો મુકેશ મળી આવ્યો હતો. નશાખોર મુકેશને પોલીસ મથક લઇ જઇ કાર્યવાહી કરી નશો ઉતાર્યો હતો.


