ખાસ-ખબર ન્યૂઝ ગીર-સોમનાથ, તા.23
ગઈ કાલ સાંજ થી તંત્ર એ ચેકીંગ હાથ ધરતા ચિકન કટીંગ કરતા 9 દુકાનદારોએ ચિકન કટીંગ બંધ કરવાની લેખિત સંમતિ આપી હતી. સંમતિ બાદ આજે એક દુકાનદારે દુકાન ખોલી ચિકન કટીંગ કરતા દુકાન સિલ કરાઈ હતી.તૌ શહેરી વિસ્તારમાં ચિકન કટીંગ નો વેસ્ટ ખાઈ શ્વાનો હિંસક બન્યા છે અને થોડા દિવસ પૂર્વે શ્વાને માસૂમ બાળક ને ફાડી ખાધું હતું ગીર સોમનાથ ના કોડીનાર શહેર તથા આસપાસના વિસ્તારોમાં શ્વાન ની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે.
- Advertisement -
ગઈ કાલ સાંજે તંત્ર દ્વારા તવાઈ બોલાવાય હતી શહેર ના મામલદાર ઓફિસ રોડ પર ચિકન કટિંગ ની દુકાનો પર પાલિકા વહીવટદાર મામલતદાર દ્વારા પોલિસ બંદોબસ્ત રાખી ગેર કાયદેસર રીતે ચિકન કટિંગ કરતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી જને લઈ ચિકન કટીંગ કરતા 9 દુકાનદારો એ લેખિત સંમતિ આપી ચિકન કટીંગ દુકાનો બંધ કરવાની ખાત્રી આપી હતી જ્યારે આજે સવારે તંત્ર દ્વારા ફરી ચેકીંગ હાથ ધરાયું હતું ચેકીંગ બાદ બપોરે પાણી ઝાંપા વિસ્તાર માં આવેલ બરકત ચિકન હાઉસ દ્વારા દુકાન ની અંદર દરવાજો બહાર થી અટકાવી અંદર થી ચિકન કટીંગ કરતાં હોવાનું જણાતા પાલિકા તંત્ર દ્વારા બરકત ચિકન હાઉસ ને સિલ કરાયું હતું.