ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જેતપુર પંથકમાં કુખ્યાત બુટલેગર ફરી સક્રિય થયો છે. વોન્ટેડ બુટલેગરના ઘર પર રાત્રે કઈઇએ છાપો મારી તપાસ કરતાં 10.60 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થા મળી આવ્યો હતો. જો કે વધુ એક વખત કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી નાસી છુટ્યો હતો.
રાજકોટના જેતપુર પંથકમાં કુખ્યાત બુટલેગર અનિલ ડાબલી ફરી સક્રિય થયો છે. તાજેતરમાં જ અનિલ ડાબલીનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં બુટલેગર હજુ વોન્ટેડ છે ત્યારે ગઈકાલે કુખ્યાત બુટલેગરના ઘરે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતર્યો હોવાની કઈઇને માહિતી મળતાં પોલીસ કાફલા સાથે દરોડો પાડ્યો હતો.
- Advertisement -
જેતપુરનાં ડોબરીયાવાડી વિસ્તારમાં આવેલ કુખ્યાત બુટલેગર અનિલ ઉર્ફે ડાબલી મનસુખભાઈ બારૈયાના ઘરે પોલીસે તપાસ હાથ ધરતાં ઘરમાં ભોયરુ મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતાં 4, 14, 550ની કિંમતની 750 ળહની 708 બોટલ મળી આવી હતી. જ્યારે 6, 04, 800ની કિંમતની 180 ળહની 6048 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત 40, 800ની કિંમતના બિયરના 408 ટીન મળી આવતાં કુલ 10, 60, 150નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે કુખ્યાત બુટલેગર અનિલ ઉર્ફે ડાબલીએ પોતાના મકાનના રૂમમાં સેટી નીચે ચોરખાનું બનાવ્યું હતું. જેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવ્યો હતો.
પોલીસના દરોડાની ગંધ આવી જતાં કુખ્યાત બુટલેગર ભુર્ગભમાં ઉતરી ગયો હતો. આ દરોડાની કાર્યવાહી એલસીબીના ઙઈં વી.વી.ઓડેદરાના ઙજઈં એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, નિલેશભાઈ સુવા, અબ્દુલભાઈ સહિતના સ્ટાફે કરી નાસી છુટેલ બુટલેગરની શોધખોળ હાથ
ધરી છે.