સ્પેશિયલ પોકસો કોર્ટ ખાતે ચાર્જ સીટ રજૂ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 17 દિવસ પૂર્વે ઘર પાસે રમતી પાચ વર્ષીય બાળકીને ગામનો જ નરાધમ શખ્સ લલચાવી લઇ ગયા બાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે બાળકીના પરિવારજનોને જાણ થતાં જ પિતા દ્વારા દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક શખ્સને ઝડપી લીધો હતો આ તરફ પાચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના બનાવથી સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપી નરાધમ શખ્સ સામે ઝડપી કેશ ચલાવી ફાંસીની સજા સંભળાવવા લેખિત રજૂઆતો કરાઇ હતી. જોકે સ્થાનિક પોલીસ દ્વારા પણ આ બનાવમાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે મુજબ તમામ પુરાવા એકત્ર કરી ડોકટરી સર્ટિફિકેટ મેળવી બનાવના 17 દિવસમાં જ ધ્રાંગધ્રાની સ્પેશિયલ પોકસો કોર્ટ ખાતે ચાર્જ સીટ રજૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા ઝડપી અને તટસ્થ કાર્યવાહી કરવાની સાથે આરોપીને કડક સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.