કાર માથે ચડાવી દીધા બાદ બોલાવી છરી-ધારીયાથી જીવલેણ હુમલો કર્યો હતો
મેટોડા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી ત્રણેયની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલાવડના શીશાંગ ગામે રહેતા યુવકની કાર પર શખસે કાર ચડાવવાનો પ્રયાસ કરી ત્રણ શખસોએ યુવક અને તેના પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિપુટીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવી ઘટનાસ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યુ હતુ.
- Advertisement -
શીશાંગ ગામે રહેતા અને મેટોડાની ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા રામદેવસિંહ અશોકસિંહ જાડેજાએ મેટોડા પોલીસમાં રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ઘનુભા તથા બે અજાણ્યા શખસો સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવારે ઘરે જતો હતો ત્યારે ઉપરોકત શખસે મારી ગાડી પર પોતાની કાર નાખેલ જેથી મે તેને ફોન કરી આવી મસ્તી ન કરતો કહેતા શખસે કહ્યું કે ગાડી આ રીતે જ ચાલશે કહી ગાળો દઈ ધમકી આપતો હોય પિતરાઈને ફોન કરી રૂબરૂ બોલાવતા અમે બંને ગેઈટ નં 2 પાસે જતા બંને સાથે ઝપાઝપી કરી ધારીયા, છરી અને ધોકા વડે મારી નાખવાના ઈરાદે હુકલો કર્યાની ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ એસ શર્મા સહિતે ગુનો નોંધી હુમલાખોર રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ઘનુભા જાડેજા, અબ્બાસ અકબરભાઈ મુલતાની, આરીફ અકબરભાઈ કાજીની ધરપકડ કરી 1 દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે ફરીયાદી પક્ષે એસપીને રજુઆત કરી હતી કે આરોપીઓ માથાભારે છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેમજ મોટા વડાળા ગામના પાટિયા પાસે સરકારી જમીન ઉપર હોટલ બનાવી ભાડે ચડાવી દીધાનુ અને ઓફીસ બનાવી દારૂ વેંચતા હોવાનો આક્ષેપ કરતા ગેરકાયદે બાંધકામ છે કે કેમ તે જાણવા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.



