ડમ્પર ચોરીની ફરિયાદ તો લીધી નહીં, લાંચ જરૂ ર લીધી!
‘ખાસ-ખબર’ પાસે પુરાવા તરીકે અનેક ઑડિયો ક્લિપ અને રેકોર્ડિંગ્સ મોજુદ
- Advertisement -
PSI ઝાલાને કાર્યક્રમ માટે 10 હજારની જરૂર છે’ તેમ કહી મિત્રનાં મોબાઈલ પર ગૂગલ પે કરાવ્યું
પોલીસ વિભાગ લાંચ-રૂશ્ર્વત લઈને ભલભલા ફરિયાદીની અરજીના આધારે કામ કરી આપે છે પણ હાલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પોલીસે ઓનલાઈન લાંચ-રૂશ્ર્વત લઈને ફરિયાદીની અરજી પણ ન લીધી અને તેમનું કામ પણ ન કરી આપ્યું. એટલું જ નહીં ફરિયાદીના ફોન પણ લાંચ-રૂશ્વત લેનારા પોલીસવાળાઓએ ઉપડવાના બંધ કરી દીધા!
બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગર – વિરમગામ હાઈવે પર આવેલા માલવણ ગામ પાસે ગત 26 ડિસેમ્બરમાં રોજ એક ડમ્પર ચોરી થઈ ગયું હતું. માલવણ ગામ પાસે ડામર પ્લાન્ટમાંથી વિશાલ માલાનું ડમ્પર ચોરી થઈ જતા તેઓ પોતાના મામા પ્રકાશ બસિયા સાથે બજાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પીએસઆઈ દિનેશસિંહ ઝાલા અને પીએસઆઈ સંજય રાવલે ડમ્પર ચોરીની ફરિયાદ નોંધી નહતી. પીએસઆઈ ઝાલા અને કોન્સ્ટેબલ સંજય રાવલે ડમ્પર ચોરીના ફરિયાદી વિશાલ માલા અને પ્રકાશ બસિયાની ફરિયાદ નોંધ્યા વિના જ તેમને ચોરી થયેલું ડમ્પર પરત અપાવી દેવાની ખાતરી આપી હતી.
- Advertisement -
બજાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દિનેશસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ સંજય રાવલની લાંચ-રૂશ્ર્વત પડાવી લેવાની કહાની અહીંથી શરૂ થાય છે. ડમ્પર ચોરીના થોડા જ દિવસોમાં બજાણા પોલીસ સ્ટેશનના કોસ્ટબલ સંજય રાવલ ડમ્પર ચોરીની ફરિયાદ કરવા આવેલા વિશાલ માલા અને પ્રકાશ બસિયામાંથી પ્રકાશ બસિયા નામની વ્યક્તિને ફોન કરીને 10 હજાર રૂપિયાની માંગણી કરે છે. કોન્સ્ટેબલ સંજય રાવલે પ્રકાશ બસિયાને એક નંબર પર ગૂગલ પે કરીને 10 હજાર રૂપિયા નાખી દેવા કહ્યું હતું, પ્રકાશ બસિયાએ કોન્સ્ટેબલ સંજય રાવલના કહ્યા મુજબ 10 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી આપ્યા પરંતુ ત્યારબાદ સંજય રાવલે ન તો વિશાલ માલા – પ્રકાશ બસિયાનું ચોરી થઈ ગયેલું ડમ્પર પકડી પાડ્યું, ન તો તેમની અરજી લીધી, ન તો તેમના ફોન ઉપાડ્યા. અંતે થાકી-હારી બજાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દિનેશસિંહ ઝાલાના કહેવાથી કોન્સ્ટેબલ સંજય રાવલે માગેલી લાંચ-રૂશ્ર્વતના ઓડિયો રેકોર્ડિંગ તેમજ ઓનલાઈન મની ટ્રાન્જેક્શનનાં પુરાવા સાથે પ્રકાશ બસિયાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગણી કરી છે.
બજાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય રાવલ દ્વારા લાંચની માંગણી કરતી ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=bkaJORP-mSg