નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળો પર પોલીસની ટીમ બાઝ નજર રાખશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ગુજરાતીઓનો લોકપ્રિય પર્વ એટલે કે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં નવરાત્રી સમયે સૌથી મોટી સમસ્યા અસામાજિક તત્વોની હોય છે જેમાં મહિલાઓ અને યુવતીઓને આ તત્વો છેડતી કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આવા રોમિયોગીરી કરતા તત્વો સામે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં થતા દરેક શેરી ગર્વ અને પાર્ટી પ્લોટ અંગેની માહિતી મેળવી હતી જેમાં જિલ્લામાં કુલ 4 પાર્ટી પ્લોટ તથા 844 જેટલી શેરી ગરબીઓનું આયોજન હોવાનું અને વિજયા દશમી નિમિતે જિલ્લામાંથી કુલ 6 શોભાયાત્રા નીકળતી હોવાનું વિગત મેળવી છે. આ નવરાત્રી દરમિયાન સતત ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવશે જેમાં બ્લેક ફિલ્મ કાર, વધુ ઘોંઘાટ કરતા સાયલેન્સર વાળા બાઈક, નંબર પ્લેટ વગરના બાઇક તથા ફુલ સ્પીડથી નીકળતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું ભાન કરાવશે. આ સાથે નવરાત્રી ગરબાનું આયોજન કરતા આયોજકોને પણ કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે અંગે જાહેર કરાયા છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા પોલીસ અધિકારી રહેશે તૈનાત?
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી ગરબા પર્વ નિમિતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં 4 ઉુતા, 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 19 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત અન્ય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને મહિલા પોલીસ સહિત કુલ 1453 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સતત હાજર રહેશે આ સાથે મહિલા પોલીસની સી ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોર્ડની 30 ટીમ પણ હાજર રહેશે.



