સ્યૂસાઈડ નોટના પાંચમાં પેજની અંગ્રેજીમાં કરેલી સહી અવાચ્ય : મેચ ન થતી હોવાનો રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ગોંડલ તાલુકાના રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસે કબ્જે કરેલી સ્યૂસાઈડ નોટ એફએસએલમાં મોકલી આપી હતી જેનો રિપોર્ટ આવી ગયો છે જો કે આ રિપોર્ટ પણ અવઢવ પૈદા કરે તેવો છે આ રિપોર્ટમાં શું છે તે વિશે પોલીસે પણ કોઈ ખુલાસો કર્યો ન હતો સ્યૂસાઈડ નોટના એક પાનાના અક્ષર મેચ થતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ સ્યૂસાઈડ નોટમાં કુલ સાત પાના છે જેમાંથી પાંચમાં પાનાના અક્ષરો મેચ થતા નથી તેવો અભિપ્રાય એફએસએલ આપ્યો છે. સ્યૂસાઈડ નોટના બાકીના તમામ પાનાના અક્ષરો મેચ થાય છે. સ્યૂસાઈડ નોટના દરેક પાનામાં અમિત ખૂંટે અંગ્રેજી અને ગુજરાતીમાં સહી કરી હતી. જેમાંથી ગુજરાતીમાં કરેલી સહી મેચ થઈ ગઈ છે અંગ્રેજીમાં કરેલી સહી મેચ કરવા માટે પોલીસે તેણે બેન્ક સહીના નમૂના લીધા હતા અંગ્રેજી સહી મેચ થઈ નથી આને લીધે જ એફએસએલએ કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. એક માત્ર પાંચમા પાનાના અક્ષરો મેચ નહીં થતાં પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ છે જો કે આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા તેનો પુત્ર રાજદિપસિંહ અને જૂનાગઢનો રહીમ મકરાણી હજૂ પણ ફરાર છે જ. ગઈ તા.3 મેના રોજ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમા અમિત ખૂંટ વિરૂધ્ધ એક તરૂણીએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ તેણે રીબડામાં વાડીએ આત્મહત્યા કરી લીધી હતી જે તે વખતે પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી અમિતને હનિટ્રેપમાં ફસાવતા આ પગલુ ભર્યાનું લખ્યું હોવાથી ગુનો દાખલ કર્યો હતો.