પોલીસની ગાઇડલાઇન
- સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે
- નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય
- ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે
- ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે
- વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
- ગણેશ ચતુર્થી
- શુક્રવાર, 10-સપ્ટેમ્બરના રોજ
- મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત- સવારે 11.03 વાગ્યાથી બપોરે 1.33 વાગ્યા સુધી
- ગણેશ વિસર્જન – રવિવાર, સપ્ટેમ્બર 19,2021ના રોજ
- વર્જિત ચંદ્રદર્શનનો સમય- સવારે 9.12 વાગ્યાથી રાતે 8.53 વાગ્યા સુધી
- ચતુર્થી તિથિ પ્રારંભ- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 12.18 વાગ્યે
- ચતુર્થી તિથિ સમાપ્ત- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 9.57 વાગ્યે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે ચાલુ વર્ષે ગણેશોત્સવમાં ચાર ફૂટની મૂર્તિને મંજૂરી આપતા અમદાવાદમાં મૂર્તિકારો ગણેશજીની પ્રતિમા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. શ્રીજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરવાનું હોવાથી માટીની પ્રતિમાની માંગમાં વધારો થયો છે. મીઠાખળી વિસ્તારના મૂર્તિકારના તે ગત વર્ષે જ એક હજાર બુકિંગ થયુ હતુ.જ્યારે આ વર્ષે અત્યાર સુધી 1200 મૂર્તિઓનું બુકિંગ થયું છે. લોકો હવે માટીની પ્રતિમાની પસંદગી કરી રહ્યાં છે. જાહેર ગણેશોત્સવની ઉજણવણીમાં પણ લોકો માટીની મૂર્તિ તરફ વળ્યા છે..આ વર્ષે 350થી વધુ પંડાલોએ પોતાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. ગણેશઉત્સવ અંગે સરકારની જાહેરાત અને તહેવાર વચ્ચે ઓછો સમય હોવાથી મુર્તીકારોને પ્રતિમા બનાવામા વધુ કલાક કામ કરવુ પડશે.



