Mpk-Mbf k„hpv$v$psp
ગીર સોમનાથના વેરાવળ બસ સ્ટેન્ડ વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવતી વેરાવળ પોલીસે સોહેલ ઉર્ફે ચક્કી નામના રીઢા ગુન્હેગારનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જયારે એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચલાવતો હતો લુખ્ખાગીરી જેને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યા હતા તેમજ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં કરતો હતો ભાઈગીરી કરતો હતો. આ આરોપી લૂંટ, ચોરી, મારામારી, પ્રોહીબિશન ના અનેક ગુન્હા સંડોવાયેલ છે જયારે વેરાવળ સીટી પી.આઈ ઇશરાનીએ ભાઈગીરી કરવા જતાં ચક્કીનું કાઢ્યું સરઘસ અને જ્યાં જ્યાં દાદાગીરી કરતો તે સ્થળે ફેરવ્યો ત્યારે પોલીસે લોકોને આરોપી વિરુદ્ધ કોઈ ડર ન રાખવા અપીલ કરી હતી.