મોરબીસિરામિક એસોસિયેશનના હોલ ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલકુમાર બંસલ, એલસીબી પીઆઈ ગોઢાણીયા સહિતના અધિકારીઓએ ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપ્યું હતું જે પ્રસંગે મોરબી સિરામિક એસો. ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા સહિતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
- Advertisement -
આ મીટીંગમાં ટ્રાફિક અને ચોરી લૂંટફાટ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સિરામિક એકમો તા. 10 ઓગસ્ટથી એક માસ બંધ રહેવાના હોય ત્યારે પ્લાન્ટમાં ચોરીના કિસ્સાઓ ન બને તે માટે સિક્યુરીટી સ્ટાફને એલર્ટ રાખવો, મેઈન ગેટ પર સીસીટીવી કેમેરા અને પ્લાન્ટમાં સાયરન રાખવું જરૂરી હોવાનું જણાવ્યું હતું તો પોલીસ ટીમ ઔદ્યોગિક વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારશે તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.