ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં આને બે પર્વ ભેગા હોય જે અનુસંધાને ગઈકાલે મોરબી શહેરમાં જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.
આજે ઈદ અને ગણેશ વિસર્જન હોય આ બંને પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે સંદર્ભે ગઈકાલે ઈદના રૂટ ઉપર પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પીઆઈ એચ. એ. જાડેજા, એસઓજી પીઆઈ મયંક પંડ્યા, ટ્રાફિક પીઆઈ લગાડીયા સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.
મોરબી જિલ્લામાં તહેવારોને લઈને જઙની આગેવાનીમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ
