એલસીબી ટીમે 42 અને તાલુકા પોલીસે 24 મોબાઈલ ફોન શોધી કાઢ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોબાઈલ ફોન આજની જીવનશૈલીનો એક ભાગ છે અને હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે. લોકોના ઘણાં ખરા કામ ઘર બેઠા મોબાઈલથી જ થઈ જાય છે ત્યારે પ્રજાજનોના કિંમતી મોબાઈલ ફોન કે જે ચાલુ વાહને પડી ગયેલો, પબ્લીક ટ્રાન્સપોર્ટેશનમાં ભુલાઇ ગયેલો કે કોઇ ચીજવસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલો હોય તેવા મોબાઇલ ફોન પરત મેળવવા માટે નાગરીકો પોલીસમાં અરજીઓ કરતા હોય છે.
- Advertisement -
આ અરજીને ધ્યાને લઈને મોરબી એલસીબી અને તાલુકા પોલીસની ટીમ દ્વારા ટેકનીકલ માધ્યમ તથા ફિલ્ડવર્ક કરીને મોરબીવાસીઓના ખોવાયેલા રૂ. 10.55 લાખની કિંમતના 66 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા જેમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા 24 મોબાઈલ ફોન (કિં.રૂ. 3,60,000) તથા મોરબી એલસીબી ટીમ દ્વારા 42 મોબાઇલ ફોન (કિં.રૂ. 6,95,041) મળી કુલ રૂ. 10,55,041 ની કિંમતના 66 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.