શહેરમાં પાનની દુકાનો સહિતની દુકાનો ચેક કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર શહેરમાં કાયદો, વ્યવસ્થા લુખ્ખાગિરીના આવારાતત્વો અંકુશમાં આવે માટે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી માણાવદર શહેરમાં પોલીસી દ્વારા પાનની દુકાનો ચાની લારીઓ અને ઈંડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.માણાવદર શહેરમાં નવનિયુક્ત પીએસઆઇ ચેતન બારોટે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ટ્રાફિક સહિતની સમસ્યાઓથી મુક્તિ મળી છે આ કામગીરીથી લોકોમાં પણ પ્રસન્નતા જોવા મળી છે ત્યારે આજે માણાવદર પીએસઆઇ ચેતન બારોટ તથા પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવા હેતુથી શહેરની પાનની સાહિત્ય દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.