500 ટકા રીટર્નની લાલચ આપી હતી : સાયબર ક્રાઈમ પોલીસે પાંચમા આરોપીની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઇજગક મહિલા અધિકારી સાથે રૂ.પપ લાખની છેતરપીંડી આચરનાર રાજસ્થાનના આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે વેશ પલટો કરી દબોચી લીધો છે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચુકી છે.
- Advertisement -
રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતાં BSNLના મહિલા અધિકારી બેલાબેન વૈદ્યએ સાયબર ક્રાઈમમાં અજાણ્યા 12 એકાઉન્ટ ધારક સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.5/5ના ઘરે હતા ત્યારે ફેસબુકમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી 3 મહિનામાં 500 ટકા રીટર્નની જાહેરાત જોઈ હતી જેમાંથી ફ્રેગએમવે નામની એપ ઈન્સ્ટોલ કરી હતી અને આઈડી પાસવર્ડ મળ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવા વિવિધ એકાઉન્ટમાં 55.94 લાખ ભર્યા હતા સામેવાળાએ રૂ.1.94 લાખ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો બાદ એપ્લીકેશનમાં પ્રોફિટ સાથે કુલ 3 કરોડ કાઢવા પ્રોસેસ કરી હતી પરંતુ કોઈ નાણા પરત ન મળતા ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ કૈલા સહિતની ટીમે અગાઉ દિનેશ રમેશભાઈ રાદડીયા, જેનીશ ભાણકુ ગરણીયા, મુસ્તાક અલી મોહમદસફી અને લુમ્બસીંહ માધુસીંહ રાવતની ધરપકડ કરી હતી આ ગુનામાં ટીમે બાતમી આધારે રાજસ્થાન દોડી જઈ વેશપલટો કરી રુપરેશ ગજાનંદ શર્માની ધરપકડ કરી હતી પીઆઈ બી.બી.જાડેજાએ જણાવ્યુ હતુ કે આરોપી ખાતાધારક છે અને આ પ્રકારના એક ગુનામાં પણ તેના ખાતાની સંડોવણી ખુલી હતી.



