દારૂના છ ગુનામાં પકડાયેલા આરોપી ઓરડીઓ ભાડે આપી દીધી હતી
DCP જગદીશ બાંગરવા, ACP રાધિકા ભારાઇ તથા PIવસાવાએ કાફલા સાથે હાજર રહી બાંધકામ તોડી પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજય સરકારની સુચના અન્વયે રાજકોટ પોલીસે 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને ડાયરેક્ટ લીધેલા વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સદર બજારમાં સરકારી જમીન પર ભીલવાસના લીસ્ટેડ બુટલેગરે ખડકી દીધેલી બે ઓરડીઓ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દઈ ડીમોલીશન કરવામાં આવ્યું હતું બુટલેગર સામે દારૂના છ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના ભીલવાસમાં રહેતા અને દારૂના છ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા નાજીર ઉર્ફે મુન્નો અલ્લારખાભાઈ ઠાસરિયા ઉ.48 સામે દારૂના છ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા હોય અને તેણે સદર બજારમાં સરકારી જગ્યામાં રોડ ઉપર બે ગેરકાયદેસર ઓરડીઓ ખડકી દઈ ભાડે ચડાવી દીધી હોવાનું ધ્યાને આવતા ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી રાધિકા ભારાઇ તથા પનગર પીઆઈસહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પીજીવીસીએલ તથા મનપાના સ્ટાફને સાથે રાખીને વીજ કનેક્શન કાપી બુલડોઝર ફેરવી દઈ બંને ઓરડીઓનું ડીમોલીશન કરી ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યું હતું.



