શહેરની સરા ચોકડી પાસે પોલીસ દ્વારા પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાત પોલીસે એલર્ટ જાહેર કરીને સંવેદનશીલ વિસ્તારોમા પેટ્રોલીંગ કરવાની સાથે ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોના ચેકિંગ કરવા માટે સુચના આપી હતી,ગુજરાતમાં પ્રવેશવાના તેમજ મહત્વના રસ્તાઓ પર પોલીસે નાકાબંધી કરી સધન ચેકીંગ આદેશ આપતા હળવદ પોલીસ દ્વારા કચ્છના પ્રેવશ દ્વાર મનાતા હળવદ સરા ચોકડી પાસે વાહનોનુ સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.બ્લાસ્ટ બાદ ગુજરાતમાં અમદાવાદ- ગાંધીનગર કચ્છ સહિતના તમામ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હળવદ પોલીસ દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. પીઆઈ આર ટી વ્યાસ સહિતનો પોલીસ કાફલો પણ વાહનોના ચેકિંગમાં જોડાયા હતો પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ પેટ્રોલિંગ સાથે જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.



