જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે રાજકોટ શહેરમાં તા. ૦૩-૦૯-૨૦૨૧ થી તા. ૧૧-૦૯-૨૦૨૧ સુધી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાં અનુસંધાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચકાસણી કરાતા તા. ૦૬-૦૯-૨૦૨૧ના રોજ ખોડીયારનગર શેરી નં. ૧૬માં રહેતા ઈરફાનહાજી ગભારભાઈ કટારીયા પાસેથી ૮૦ કિલો મચ્છી મળી આવતા તેની સામે જાહેરનામાંના ભંગ સબબ IPC-કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે. તેમજ મચ્છીના જથ્થાનો નાશ કરવા સોખડા સેનેટરી ઇન્સ્પેકટરને સોપવામાં આવેલ છે.



