તડઘરી ગામના સરપંચ ફુલતરિયા અને ત્રાજપર ગામે રહેતી મહિલા દ્વારા કરોડો રૂપિયાની જમીન બોગસ પુરાવા ઊભા કરી પચાવી પાડી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબીમાં વજેપર ગામની સીમા આવેલ જમીનના ખોટા મરણના દાખલા બનાવી ખોટી વારસાઈ એન્ટ્રી કરી વડીલોપાર્જીત જામીન બારોબાર વેચાણ દસ્તાવેજ કરી જમીન પચાવી પાડવા ગેરરીતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (ઉ.વ.65) વાળાએ આરોપીઓ મોરબીના ત્રાજપરમાં રહેતા શાંતાબેન મનજીભાઈ પરમાર અને માળિયા તાલુકાના તરઘડી ગામે રહેતા સાગર અંબારામભાઈ ફૂલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વજેપર ગામની સીમમાં ખાતા નંબર 158 સર્વે નંબર 602 વાળી 1-57-83 હે.આરે. ચો.મી. જામીન પંચાસર રોડ મામાદેવ મંદિર બાજુમાં આવેલ છે જે જામીન સંયુક્ત ભાયું ભાગની જમીન છે વર્ષ 1959 માં જીવા કલા અને જીવા રામાં પાસેથી પિતા બેચરભાઈ નકુમે અઘાટ વેચાણ રાખેલ હતી જેનો દસ્તાવેજ તા. 03-01-1959 ના રોજ કર્યો છે દસ્તાવેજ નંબર 4649 છે રેવન્યુ વિભાગમાં નોંધ નંબર 663 થી હક્ક પત્રકમાં દાખલ થયેલ છે.
- Advertisement -
તા. 23-04-1999 ના રોજ રજી. દસ્તાવેજ નંબર 2447 થી સર્વે નંબર 602 વાળી જમીનમાંથી પાંચ વીઘા જમીન બેચર ડુંગર નકુમે તેના ભાઈ ભગવાનજી ડુંગર નકુમને વેચાણ આપી હતી તા 19-12-1999 ના રોજ જમીન ધારક બેચર ડુંગર નકુમનું અવસાન થયું અને જમીન પૈકી બે એકર જમીન ખરીદનાર ભગવાનજી ડુંગર નકુમે 32/ક દસ્તાવેજ ભાણેજ જયંતીભાઈ મીઠાભાઈ મારે છોડાવેલ જે દસ્તાવેજ છોડાવવા અંગે ભરેલ દંડની પહોંચ વર્ષ 2013 ની છે સર્વે નંબર 602 વાળી જમીન હાલે ખુબ કીમતી અને બહુમુલ્ય ગણી સકાય તેવી છે જમીનનો કબજો અમારી પાસે હોય પરંતુ પરિવારમાં વારસદારની સંખ્યા વધુ હોય અજ્ઞાનતાને કારણે વારસાઈ નોંધ રેવન્યુ રેકોર્ડમાં થયેલ ન હોવાના કારણે કીમતી અને બહુમુલ્ય જમીન ષડ્યંત્ર થયેલ છે.
જાણવા મળ્યું છે કે જમીનમાં શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહિલાએ સાગર અંબારામ ફૂલતરીયા રહે તરઘડી તા. માળિયા વાળાને દસ્તાવેજ કરી દીધેલ હોવાની જાણ થતા જમીનમાં કઈક ખોટું થયું હોવાની શંકા જતા વકીલ મારફત અલગ અલગ કચેરીઓમાં અરજીઓ કરેલ છે તા. 10-07-2024 જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન મનજીભાઈ પરમારએ ખોટું સોગંધનામું કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવી, શાંતાબેન બેચરભાઈ ડાભી જે મનજી પરમારના પત્નીએ સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ આસામી સ્વ. બેચર ડુંગરભાઈ નકુમની પુત્રી શાંતાબેન બેચર ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી કીમતી જમીનમાં પોતે વારસાઈ નોંધ પાડવા મામલતદાર, ઈ ધરા કેન્દ્ર મોરબી ખાતે 16-07-24 ના રોજ હક્ક પત્રકની નોંધ દાખલ કરવા અરજી કરી હતી.
આમ આરોપીઓએ પિતાજીના વારસદાર તરીકે ખોટું સોગંધનામું કરી તેમજ માતા પિતા બંનેના ખોટા મરણના દાખલા રજુ કરી જેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવી સર્વે નંબર 602 વાળી જમીનમાં તા. 16-07-24 થી વારસાઈ કરાવી જમીન શાંતાબેન મનજીભાઈ પરમાર રહે ત્રાજપર વાળાએ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ નંબર 845 તા. 08-01-2025 થી સાગર અંબારામ ફૂલતરીયા રહે તરઘડી તા. માળિયા વાળાને રૂ 86,70,000 માં વેચાણ કરી દીધેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.