ઊંઝાના વેપારીનું અપહરણ જમીનનું સાટાખત, દસ્તાવેજી પુરાવા કબ્જે રાખીને ગોંધી રાખી માર મારવા મુદ્દે પોલીસની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિરલ ગઢવી વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉંઝાના વેપારીને ખોટી રીતે ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હોવાની ઘટનામાં આખરે વેપારીની ફરિયાદ પરથી પીઆઇ ગઢવી અને ઙજઈં ભૂપેન્દ્ર જોગરાણા વિરુધ્ધ રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના તત્કાલીન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ જોગરાણા દ્વારા ઊંઝાના વેપારીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. બાદમાં વેપારીની તબિયત લથડતા ખાનગી હોટલમાં લઇ જઇને ત્યાં વેપારી પાસે કોરા કાગળ તેમજ દસ્તાવેજ પર સહી કરાવીને પીઆઇ ગઢવી સહિતના સ્ટાફે ધાકધમકીઓ આપી હતી. જેની ફરિયાદ વેપારીએ ડીજીપીને કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. જો કે, એક વર્ષ પૂર્વે રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્યએ રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ઉંઝાના વેપારીની લેખિત અરજી ગૃહવિભાગના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા. જેમાં વી.કે.ગઢવી સહિત તેમની ટીમ દોષિત હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.