ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ શહેર ખાતેના ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં રોલકોલનુ આયોજન કરવામાં આવેલ જેમાં અધિક પોલીસ કમિશ્નરશ્વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નરઝોન-1 સજનસિંહ પરમાર , તથા મદદનીશ પોલીસ કમીશ્નરશ પુર્વ વિભાગ બી.વી.જાધવ સહીતના અધિકારીઓ હાજર રહેતા આ રોલકોલ માં ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઓ તેમજ કર્મચારીઓ હાજર રહેલ હતા. પોલીસ વિભાગમાં રોલકોલ દરમ્યાન સીનીયર અધિકારીઓ તાબાના અધિકારી/ કર્મચારીઓને દિવસ દરમ્યાન કરેલ કામગીરીની સમીક્ષા તેમજ બીજા દિવસે કરવામાં આવનાર કામગીરીના આયોજન બાબતે સમીક્ષા કરવામાં આવતી હોય છે. ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતેના રોલકોલ દરમ્યાન પોલીસ કમિશ્નર શ્રાજુ ભાર્ગવ દ્વારા નીચે મુજબની સુચનાઓ તેમજ માર્ગદર્શન પોલીસ અધિકારી/કર્મચારીઓને આપવામાં આવેલ
- Advertisement -
આગામી લોકસભા સામાન્ય ચુંટણી-2024નુ મતદાન તા.07/05/2024 ના રોજ યોજાનાર હોય અને હાલમાં આદર્શ આંચાર સહીંતા અમલમાં છે લોકસભાની સામાન્ય ચુંટણી દરમ્યાન મતદાનની પ્રક્રીયા શાંતીપુર્ણ રીતે યોજાય તેમજ આગામી ચુંટણીની સંવેદનશીલતા ને લક્ષ્યમાં રાખી આદર્શ ફરજ બજાવવા તેમજ લાલચ, લોભ, પક્ષપાત કર્યા વગર શાંતિપુર્ણ માહોલમાં આ ચુંટણી યોજાય તે અર્થે ફરજ બજાવવા પોલીસ અધિકારી/કર્મચારીઓને સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ ચુંટણીને પ્રભાવીત કરી શકે તેવા બુટલેગરો ઉપર રેઇડો કરવી, અટકાયતી પગલા લેવા, ટપોરીઓ, એચ.એસ. તેમજ ડી.જી.પી. નો મેન્ટર પ્રોગ્રામ વોચ રાખવી ચેક કરવા, નાઇટ રાઉન્ડ અસરકારક બનાવવી સહીતની ચુંટણી બાબતે સુચના આપવામાં આવી હતી.