બજાણા પોલીસ કર્મચારીના સાળા “ફોલ્ડર” તરીકે ઉઘરાણા કરતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના બે મુખ્ય હાઇવે આવેલા છે જેમાં એક રાજકોટ અમદાવાદ હાઇવે અને કચ્છ અમદાવાદ હાઇવે છે આ બંને હાઈવે પર વાહનોની સૌથી વધુ અવર જવર રહે છે જેમાં ખાસ કરીને કચ્છ અમદાવાદ હાઇવે મુદ્રા પોર્ટના લીધે વધુ પડતા ટ્રકો અને માલવાહક વાહનોની અવર જવર જોવા મળે છે. કચ્છ અમદાવાદ હાઇવે પર એપી સેન્ટર ગણાતા ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આગાઉ પણ ઉઘરાણા પ્રથા જગજાહેર હતી જે અંગે વારવાર વિવાદ પણ જીવા મળતો હતો ત્યારે છેલ્લા એકાદ બે મહીનાથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત થયેલા પ્રેમસુખ ડેલુની મનાઈ બાદ હાઈવે પરના ઉઘરાણા સદંતર બંધ કરવા માટેના આદેશ છતાં પણ બજાણા પોલીસ મથકની હદમાં એટલે કે માલવણ હાઈવે પર હજુય છાના ખૂણે ઉઘરાણા યથાવત રાખ્યા છે.
- Advertisement -
બજાણા પોલીસ ચોકી હાઈવે પર હોવાથી અહીં એક ખાનગી કારના રાત્રીના સમયે સિવિલ કપડામાં કેટલાક ઈસમો પોલીસની માફક રોફ ઝાડતા દેખાય છે માલવણ ટોલટેક્ષથી બજાણા પોલીસ ચોકીની હદ સુધીમાં આવતા હાઇવે પર કોઈપણ સ્થળે આ ખાનગી કાર જોવા મળે છે. હાઈવે પર ઉઘરાણા કરતા આ ફોલદર અન્ય કોઈ નહીં પરંતુ બજાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીના સાળા જ હોવાનું ચર્ચાય રહ્યું છે. ફોલ્ડરો રાત્રીના સમયે ખનિજ વહન અને અસામાજિક પ્રવૃતિને પ્રોત્સાહન પૂરું પાડતા હોય તેવું સ્પષ્ટ પણે નજરે તારી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડા મનાઈ છતાં પણ બજાણા પોલીસ મથકની હદમાં ઉઘરાણા યથાવત રાખતા ફોલ્ડરો વિરુધ પોલીસ વડા કેવા પ્રકારની કાર્યવાહી કરશે ? તે આગામી સમયમાં જોવું રહ્યું.