રાજકોટ ભાવનગર હાઈવે પર સર્જાતા ફિલ્મી દ્રશ્યો
જસદણ પંથકની બેલડી ઝડપાઈ, એકને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ મેદાનમાં ઉતર્યા હોય તેમ હેરાફેરી કરી રહ્યા છે ત્યારે ભાવનગર હાઈવે ઉપર બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
પરંતુ કારચાલકે કાર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ઠેબચડા પાસે કાર પલટી ખાઈ જતા જસદણના બે બુટલેગરોને 32 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા જો કે એકને વધુ ઈજા થઈ હોય હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.
રાજકોટ આજી ડેમ પોલીસ મથકના પ્રદીપસિહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે ત્રંબા તરફથી એક કારમાં દારૂનો જથ્થો લઈને બે શખ્સો આવી રહ્યા છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા અટકાવવા ઈશારો કરતા ચાલકે કાર ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો દરમિયાન ઠેબચડા પાસે દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા પોલીસે કારમાં બેઠેલા જસદણના બોઘરાવદરના રાજેશ જીવરાજ રામાણી અને મયુર બકુલભાઈ ગોસાઈની ધરપકડ કરી કારની જડતી લેતા 20,216 રૂપિયાનો 32 બોટલ દારૂ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી જો કે રાજેશને વધુ ઈજા થઈ હોવાથી હોસ્પીટલમાં ખસેડાયો હતો.



