મનપાનું કહેવું છે કે મંજૂરી વગર ખેતીની જમીન પર બાંધકામ થઈ રહ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી મનપા એ હાથ ધરી છે, જેમાં શરૂઆતમાં છાપરા ઓટલા સહિતના દબાણ હટાવ્યા હતા અને હવે ગેરકાયદેસર ઇમારતો પર તવાઈ બોલાવી છે. શહેરના મધ્યમાં આવેલ લખધીર વાસ ચોક નજીક આવેલ ગેરકાયદે ઇમારત પર જેસીબી બુલડોઝર ફરી વળ્યું હતું. બાદમાં પોષ વિસ્તારમાં આવેલ અવની ચોકડી નજીક જયારે ગેરકાયદે બાંધકામ જે ખેતીની જમીન પર થઈ રહ્યું હોવાની વાત મનપા ટી.પી.ઓ દ્વારા જણાવાઈ હતી. નોટિસ આપ્યા બાદ અધિકારીઓનું બુલડોઝર ફરે ત્યારે જ યુવાન હાથમાં ફાઈલો લઈને આવ્યો સાથે મહિલાઓના ટોળા હતા અને અધિકારીઓ સામે તમામ પુરાવા રજૂ કર્યા અને જણાવ્યું હતું કે આ જમીન પર અમારા બાપ દાદા હુકમ લઈને આવ્યા છે. કોર્ટના કાગળિયા છે તેમજ કોઈ ગેરકાયદે જગ્યા પર બાંધકામ થયુ નથી. પણ કહેવત છે ને “સતા પાસે શાણપણ નકામું ” અધિકારીઓ પણ એક ના બે ના થયા અને પોલીસ બોલાવી યુવાન સહિત ટોળાને સમજાવી અંતે બુલડોઝર ફેરવી દીધું હતું અને મામલો શાંત પડ્યો હતો.