– હવે દિલ્હી પોલીસ અશ્લીલ કન્ટેન્ટ ચલાવનાર આરોપીઓની ખોજમાં
ટ્વિટર પર બાળકો સાથે જોડાયેલા અશ્લીલ વિડીયોપોસ્ટ કરવાના મામલામાં દિલ્હી પોલીસના સાઈબર ક્રાઈમ યુનિટ 23 ટવીટર ખાતા બ્લોક કરી દીધા છે. તાજેતરમાં દિલ્હી મહિલા આયોગે ટ્વિટર પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને દુષ્કર્મના વિડીયો પોસ્ટ કરવાના મામલાને ગંભીરતાથી દિલ્હી પોલીસને નોટીસ પાઠવી હતી.
- Advertisement -
આયોગે આવા લોકો સામે પોકસો અને આઈટી એકટ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તપાસમાં આરોપ સાચા નીકળ્યા હતા. પોલીસે ટ્વિટરને પત્ર લખીને તરત આવા એકાઉન્ટસ બંધ કરી દીધા હતા.
હવે પોલીસ અશ્લીલ વિડીયો અને કન્ટેન્ટ (ચલાવનાર) લાકોની ઓળખ કરીને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સાયબર ક્રાઈમ યુનિટની અલગ અલગ ચાર ટીમો આરોપીઓની ઓળખ કરવામાં લાગી છે.