મૃતક જય અઝખમાં રૂપિયા ભરવાનું કામ કરતો હતો, તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હતો, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી
પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુવકને એટીએમની ચોરી મામલે પોલીસ સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો હતો. જેનું લાગી આવતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રૈયા નાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે તેના ઘરે અગાશી પર ચાદરને પંખાના હૂક સાથે બાંધી ફાંસો ખાઈ લીધો હતો, પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો હોય જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીએ આપઘાત કરી લીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મૃતક જયપુરી એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો હતો. તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી. જેથી શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે ટોર્ચર કર્યું હોય એટલે જયપુરીએ આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે.
જય ગોસ્વામીના પરિવારનો આક્ષેપ છે કે, તેની કોન્ટ્રાકટ કંપનીના રવિન્દ્રએ તા.16ના રોજ જયપુરીને બોલાવ્યો હતો અને પોલીસમાં નિવેદન લખાવવા જવું પડશે તેમ કહીં પોલીસ મથકે બોલાવ્યો હતો, ત્યાં પોલીસે ટોર્ચર કર્યું અને રૂપિયા ક્યાં છે તેવી પૂછપરછ કરી માર માર્યો હતો. જોકે જયપુરીએ પોતાને કંઈ ખબર ન હોવાનું જ કહ્યું હતું. તેમ છતાં પોલીસે માર માર્યો હતો. જે પછી જયપુરીના મામા વકીલ હોય, તેમને વાત કરતા તેઓ તા.17મીએ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જયપુરીને ઓને ઓન ગેરકાયદે અટક કરી રાખ્યો હોય કાયદાકીય દલીલો કરતા, પોલીસે તેને ઘરે લઈ જવા દીધો હતો. જો કે જય ત્યારથી સુનમુન રહેતો. તેના પર આવી આળ હોય, લાગી આવતા આજે સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો હતો અને મોત વ્હાલું કર્યું હતું.
- Advertisement -
મૃતક જય અૠજ સિક્યોર વેલ્યુ એજન્સીમાં કામ કરતો હતો, જ્યાં પગાર પણ સમયસર અપાતો નથી
મળતી વિગત મુજબ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના અઝખનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ એટીએમમાં કેશ નાખવાનું કામ એજીએસ સિક્યોર વેલ્યુ એજન્સી કરે છે જેમાં જય ગોસ્વામી સહિતના લોકો નોકરી કરે છે જેની ઓફીસ રૈયા રોડ પર યુનિયન બેન્કના એટીએમ પાછળ આવેલી છે. લાખો-કરોડોનો વહીવટ કરતી સંસ્થા જેમાં કોઈ સિક્યોરીટી પણ નથી. ઓફીસમાં સીસીટીવી કેમેરા નથી. આ એજન્સી કર્મચારીઓને દર મહીને માંડ 8થી 10 હજાર રૂપિયા આપે છે. જ્યારે ઘણી વખત દર બે કે ત્રણ મહિને કર્મચારીઓને પગાર ચુકવાતો હતો.