પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, રોકડા આપો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉ કહી ઠગાઈ આચરતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે એ.ટી.એમ. મશીન પાસે ઉભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઇલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો એક શખ્સ ચોકબજાર પોલીસના હથે ચઢ્યો છે. આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં, પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલી શકાયા છે.
- Advertisement -
26 મે, 2025ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સી.ડી.એમ. મશીન પાસે રોકડ રૂપિયા જમા કરાવવા ગયા હતા. ત્યાં હાજર આરોપી દેવ હિરેન પટેલે પોતાની ઓળખ આપી અને જણાવ્યુ કે, મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, તમે તમારા પૈસા આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દઈશ આશ્વાસન મળતાં ફરિયાદીએ રોકડ રૂપિયા આપી દીધા હતા આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલા ગૂગલ પેનો ક્યુ.આર. કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવા અંગેનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. બાદમાં કહ્યું કે, હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું, પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો, તેમ કહી પોતાનો મોબાઇલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ જ પ્રકારનનો બીજો કિસ્સો પણ પ્રકાશમાં આવતા પોલીસે બંને કિસ્સાઓને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઘટનાસ્થળે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે સુરત કતારગામના દેવ હિરેનભાઈ પટેલ ઉં.22ની ધરપકડ કરી હતી 2023માં પાસા હેઠળ જેલયાત્રા પણ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.



