ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ફોરેનર એક્ટના ગુન્હાના કામે છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગુરૂગ્રામ રાજ્ય હરીયાણા મુકામેથી સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્ક્વોડ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ પી.વી.પલાસ તથા સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડની ટીમ દ્વારા મરીન પીપાવાવ પોલીસ પો.સ્ટે. સેક્ધડ ગુ.ર.નં.057/2012 ફોરેનર્સ એકટ 1946 ની કલમ 14 ની પેટા કલમ બી તથા સી તેમજ 14-સી ના ગુન્હાના કામે પોતાની ધરપકડ ટાળવા ભાગતો ફરતો તેમજ મજકુર ઇસમનુ નામદાર કોર્ટ રાજુલા દ્રારા સી.આર.પી.સી. કલમ 70 મુજબનુ વોરંટ ઇસ્યુ થયેલ હોય અને મજકુર આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય જે અંગેની સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડને મળેલ ચોક્કસ બાતમી આધારે મજકુર આરોપી પરાગ જાદવચંદ્ર ફુકન ગુરૂગ્રામ રાજ્ય હરીયાણા મુકામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ કામગીરીમાં સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ પી.વી.પલાસ, મહેશભાઇ મહેરા, લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, મહેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.



