પીઓકેનાં લોકોની ભારતમાં વિલય કરવાની માંગ પર પ્રતિક્રિયા
મોંઘવારી સાદગી અને અસ્થિરતાથી ઘેરાયેલા પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરના લોકોની ધીરજ ખૂટી છે અને મુકત કરાવવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે માંગ કરી રહ્યા છે. તેવા સમયે કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે મોટુ નિવેદન કર્યુ છે અને પીઓકેનાં લોકોને હવે થોડો વખત જ રાહ જોવાનું અને આ પ્રદેશ આપમેળે જ ભારતમાં ભળી જવાનું વિધાન કર્યું છે.
- Advertisement -
પાક કબ્જાનાં કાશ્મીરનાં લોકો આ ક્ષેત્રને ભારતમાં ભેળવવાની માંગ કરીને નારેબાજી કરતાં હોવાના ઘટનાક્રમ વિશે પ્રતિક્રિયા કરતા હોવાનાં ઘટનાક્રમ વિશે પ્રતિક્રિયા આપતા વી.કે.સિંહે કહ્યું કે પીઓકેના લોકો થોડી પ્રતિક્ષા કરે. સમગ્ર ક્ષેત્ર આપમેળે જ ભારતમાં ભળી જશે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રેસ કોન્ફરન્સમાં પીઓકે સંબંધીત સવાલ પર તેઓએ આ જવાબ આપ્યો હતો. તેઓએ રાજસ્થાન વિશે કહ્યું કે રાજયના લોકો બહાલ કાયદો વ્યવસ્થા બેરોજગારીથી પરેશાન છે અને એટલે જ ભાજપે લોકોની વાત સમજવા લાગણી જાણવા પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢી છે અને તેમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર નિશાન તાકતાં તેઓએ ક્હયું કે તેઓમાં બાળક બુધ્ધિ છે અને પરિપકવતા નથી.
#WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm
— ANI (@ANI) September 12, 2023
- Advertisement -
બેકારી દુર કરવા કોંગ્રેસે મોટા વચનો આપ્યા હતા. પરંતુ કોંગ્રેસનાં રાજમાં પેપરલીકની 10 ઘટના બની હતી. સૌથી મોંઘી વિજળી પણ રાજસ્થાનમાં છે.મહિલાઓ પર વધતા ત્યાચાર કાયદો વ્યવસ્થા ભાંગી પડયાની સાબીતી છે.ધાડ-લૂંટ જેવા બનાવો કાયમી છે.ભુતકાળમાં ઉતર પ્રદેશમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો હતો. પરંતુ ભાજપનાં રાજમાં ગુનેગારો ગોત્યા મળતા નથી રાજસ્થાનમાં પણ બદલાવ જરૂરી છે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે.