– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ એરપોર્ટ પર રહ્યા હાજર
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે.સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા છે.
- Advertisement -
3500 પોલીસ જવાન ખડેપગે
PM મોદીના આગામનને લઈને સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જે માટે સભાસ્થળની આસપાસ અને નજીક 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જ્યારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.
આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું
- Advertisement -
આ ઉપરાંત આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. જેને પગલે બે એ૨લાઈન્સ કંપનીની દિલ્હીની ફ્લાઈટનાં સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યો છે. સ્પાઈસ જેટની સવા૨ની દિલ્હી અને ઈન્ડિગોની સવા૨ની દિલ્હી ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ કરાયો છે.
આટકોટની હોસ્પિટલની ખાસિયત શું છે?
આટકોટમાં 200 બેડની પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્રમોદી હસ્તે કરાયું છે. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ દર્દીઓને રાહત દરે આપવામાં આવશે. હોસ્પિટલમાં 14 કરોડની ઇમ્પોર્ટેડ મશીનરી દ્વારા કેન્સર સહિતના વિવિધ રોગોની તદ્દન નજીવા દરે સારવાર આપવામાં આવશે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. જ્યારે ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજ માત્ર 250 રૂપિયા લેવાશે. તેમજ જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું માત્ર રૂપિયા 150 ભાડું જ વસૂલાશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નિર્માણ માટે લંડન, હોંગકોંગ અને અમેરિકામાંથી પણ દાનનો ધોધ વહ્યો છે.
PM Narendra Modi will visit Gujarat today. At around 10:30 AM, he'll visit the newly built Matushri KDP Multispeciality Hospital in Atkot, Rajkot. This will be followed by his address at a public function at the venue.
(File photo) pic.twitter.com/OwylSY8Sg5
— ANI (@ANI) May 28, 2022
આટકોટની હોસ્પિટલ કઇ સારવાર ફૂલટાઇમ મળશે ?
ફુલટાઈમ ડૉક્ટર તરીકે ગાયનેક કાર્યરત રહેશે
સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન કાર્યરત રહેશે
રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે
એરપોર્ટ પર SPG કમાન્ડો તૈનાત
આજે સવારે 10.30 વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ખાતે આવી ગચા છે. જેથી એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ઉપરાંત SPG કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.