રાત્રે 9.30 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે
ગુરૂ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
બધા કરતાં કંઈક અલગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રખ્યાત છે. ત્યારે વધુ એક વખત પીએમ મોદી આજે વર્ષો જૂની પ્રથા તોડીને વધુ એક નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યા છે. આજરોજ શીખ સંપ્રદાયના ગુરૂ તેગ બહાદુરની 400મી જન્મજયંતિ છે. આ પ્રસંગ નિમિત્તે મોદી આજે સૂર્યાસ્ત પછી દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. જેની સાથે તેઓ મુગલ યુગના સ્મારક પરથી દેશને સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્ર સરકાર અને દિલ્હી શીખ ગુરૂદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
પીએમ રાત્રે 9.30 વાગ્યે લાલ કિલ્લાના પરિસરમાંથી ભાષણ આપશે. સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુસાર, સ્વતંત્રતા દિવસ સિવાય એવું બીજીવાર બની રહ્યું છે કે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં શીખ સંગીતકારોનું પરફોર્મન્સ હશે અને ત્યારબાદ લંગર પણ હશે.
- Advertisement -
આ પ્રસંગે પીએમ મોદી દ્વારા સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે. અમૃતસરના સુવર્ણ મંદિરના લોકો સહિત 400 શીખ જથેદારના પરિવારોને પણ આ કાર્યક્રમમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે.