-સવારે 10 વાગ્યે શરૂ થઈ ગયો, આ રોડ શો બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે કર્ણાટક ચૂંટણી માટે મેગા રોડ શો છે. હાલ બેંગલુરુમાં પીએમ મોદીનો 36 કિમીનો રોડ શો સવારે 10 વાગ્યે શરૂ થઈ ગયો છે. વિગતો મુજબ આ રોડ શો બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. તેમનો રોડ શો 17 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. તેમાં 10 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
- Advertisement -
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 4 દિવસ બાકી છે. પીએમ નરેન્દ્ર મોદી રાજ્યમાં સત્તારૂઢ ભાજપ માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. PM મોદીનો 26 કિમી લાંબો ભવ્ય રોડ-શો બેંગલુરુમાં શનિવાર (6 મે)ના રોજ યોજાઈ રહ્યો છે. રોડ બાદ તેઓ બે જાહેરસભાઓ કરશે. આ સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે રાજ્યમાં પાર્ટીના પ્રચાર માટે મેદાનમાં આવશે. જેમાં નડ્ડા આજે કર્ણાટકમાં 3 રોડ શો કરશે. આ સાથે જ અમિત શાહ 4 જાહેર સભા અને 2 રોડ શો કરશે. આવો જાણીએ પીએમ મોદી, જેપી નડ્ડા અને અમિત શાહના કાર્યક્રમો વિશે.
PM Shri @narendramodi's Public Programs in Karnataka on 6th May 2023.
Watch live:
📺https://t.co/ZFyEVlesOi
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/eIwZOBXCX8
- Advertisement -
— BJP (@BJP4India) May 5, 2023
પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી ભાજપ માટે ચૂંટણી રાજ્યમાં તેમના ચૂંટણી પ્રચારના ભાગ રૂપે શનિવારે બેંગલુરુમાં 26 કિલોમીટર લાંબો મેગા રોડ શો યોજશે. આ રોડ શો સોમેશ્વર ભવન (RBI ગ્રાઉન્ડ) કડુથી મલ્લેશ્વર મંદિર સુધી રહેશે. તે સવારે 10:00 વાગ્યે શરૂ થશે. આ પછી પીએમ મોદી બદામીમાં બપોરે 03:00 વાગ્યે અને હાવેરીમાં 05:00 વાગ્યે બે જાહેરસભાને સંબોધિત કરશે.